છેલ્લા કેટલાક વર્ષોથી એલેક્સા, સિરી, ગૂગલ આસિસ્ટન્ટ અને કોરટાનાનો ઉપયોગ વધ્યો છે. આ ડિવાઇસનો ઉપયોગ જેટલો વધ્યો છે, તે પ્રમાણે તેવું કહેવાય છે કે આવનારા સમયમાં વોઇસ આસિસ્ટન્ટની ડિમાન્ડ વધશે. લોકો સ્માર્ટફોન અને પીસીમાં ટાઇપ કર્યા કરતા બોલને સર્ચ કરવું વધુ પસંદ કરે છે. આ વોઇસ આસિસ્ટન્ટને બનાવનાર કંપની જેમકે, એમેઝોન, એપ્પલ, ગૂગલ વગેરે આ વોઇસ આસિસ્ટનન્ટને યુઝર ફ્રેન્ડલી બનાવવામાં લાગ્યા છે.
દુનિયાભરમાં લાખો લોકો વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરે છે. 2018માં થયેલી એક મિટીંગમાં સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ યુઝર સાથે વાર્તાલાપ પણ કરશે. અત્યાર સુધી એવું લાગતુ હતુ કે, આપણા કંઇક બોલવા પર કોઇ રોબોટ રિસ્પોન્સ કરી રહ્યો હોય. હવે આ કંપનીઓ યુઝર ફ્રેન્ડલી ડિવાઇસ બનાવશે, જેમાં 6 નવા અવાજ ઉમેરાશે.
જેટલુ વધુ યુઝર ફ્રેન્ડલી ડિવાઇસ બનશે, યુઝરની પ્રાઇવસી ઉપર ખતરો આવી શકે છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે કે, એમેઝોન દ્વારા લોન્ચ કરેલ વોઇસ આસિસ્ટન્ટ એલેક્સાએ યુઝરની પ્રાઇવેટ વાતને રેકોર્ડ કરી લીધી હતી. આ બાબત યુઝરની પ્રાઇવસી ઉપર સવાલ ઉઠાવે છે. આ વોઇસ આસિસ્ટન્ટ ઇન્ટરનેટની મદદથી કામ કરે છે. જેથી તે વધે ખતરનાક સાબિત થઇ શકે છે.