દેશની મુખ્ય બે ટેલિકોમ કંપની વોડાફોન અને આઇડિયાના મર્જરથી બનવા વાળી કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન મંગલમ બિરલા હશે. નવી કંપનીના સી.ઇ.ઓ બાલેશ શર્મા હશે જે અત્યારે વોડાફોન ઇન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે જ આ પ્રોજેક્ટને મંજુરી મળી ગઇ છે.
હાલ આ બંને કંપનીઓની મર્જર પ્રક્રિયા પૂર્ણ થઇ નથી છતા પણ આઇડિયાએ સંભવીત નવી કંપનીની ઘોષણા કરી દીધી છે. નવી કંપનીના સી.ઇ.ઓ બાલેશ શર્મા ઉપર આ બંને કંપની દ્વારા બનતી નવી કંપનીને આગળ ધપાવવાની જવાબદારી રહેશે.
સેબીને સોંપવામાં આવેલ યોજના મુજબ 50 હિસ્સો વોડાફોનનો રહેશે અને આદિત્ય બિરલા ગ્રુપ પાસે 21 કે 28 જેટલો હિસ્સો રહેશે. આ કંપની ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. આ કંપનીની સ્થાપના પાછળનું મુખ્ય કારણ ટેલિકોમ સેક્ટરમાં જીઓની એન્ટ્રીને માનવામાં આવે છે. જેણે દેશની દરેક ટેલિકોમ કંપનીને એક થવા મજબૂર કરી દીધી છે.
જીઓની એન્ટ્રી થતાની સાથે બીજી બધી ટેલિકોમ કંપનીનું માર્કેટ તોડી નાંખ્યું હતું. સૌથી સસ્તા ઇન્ટનેટ અને કોલિંગ પ્લાન આપીને જીઓએ દેશના મોટાભાગના મોબાઇલ યુઝર્સને પોતાના તરફ આકર્ષિત કરી લીધા હતા.બીજી ટેલિકોમ કંપનીના ઓનર્સ ચિંતામાં આવી ગયા હતા અને તેના લીધે જ આઇડિયા અને વોડાફોન કંપનીએ સાથે મળીને એક નવી જ ટેલિકોમ કંપની શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ કંપની ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે.