અમદાવાદ: માનવીના શરીરમાં ત્વચાની સુંદરતા અને તેની માવજતનું ખૂબ મહત્વ છે. માનવ શરીરમાં ત્વચા એ કેન્દ્રસ્થાને કહી શકાય, તેથી શરીરની ત્વચાની સારસંભાળ, તેની માવજત અને જાળવણીને લઇ શહેરમાં તા.૧૯મી સપ્ટેમ્બરે વીએલસીસી દ્વારા એક અનોખા જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વીએલસીસીના નિષ્ણાતો ઉપરાંત ત્વચા નિષ્ણાત તજજ્ઞો દ્વારા બહુ જ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે.
ત્વચાની સારસંભાળ અંગેના આ અનોખા સેમીનારમાં વીએલસીસીના આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંતો ભાગ લેનારા સહભાગીઓને ત્વચાની સારસંભાળ, એન્ટી-એજીંગ અને ફેશિયલ એસ્થેટિક્સ સહિતના વિષયો ઉપર વિનામૂલ્યે માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં વીએલસીસી હેલ્થકેરના આરએન્ડડી તથા ટેકનીકલ ઓપરેશન્સના વીપી ડો. અનુજ ઘેઇ, સિનિયર મેનેજર ટેકનીકલ, ટ્રેનિંગ અને એનપીડી – એપ્લાયન્સિસ ડો. તારિક, સ્કીન એસ્થેટિક્સ નૃપેન્દ્ર ગુહા સહભાગીઓને પોતાની ત્વચાની સારસંભાળ કેવી રાખી શકાય તથા તેના પોષણ અને નિખાર વિશે વિસ્તૃત માહિતી આપશે અને તે પણ વિનામૂલ્યે.
ઉલ્લેખનીય છે કે વીએલસીસી દ્વારા તા.૧૯મી સપ્ટેમ્બરના રોજ વસ્ત્રાપુરમાં હોટલ હયાત્ત ખાતે વિશિષ્ટ અને માહિતીસભર એક દિવસીય આ સેમીનારમાં ભાગ લેવા માટે સહભાગી ઇચ્છુકોએ રૂ. ૧,૧૦૦ ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેની સામે તેઓને સમાન મૂલ્યની વીએલસીસી સર્વિસિસ વાઉચર આપવામાં આવશે. આ ઉપરાંત સેશનના અંતે પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરાયું છે, જેમાં સહભાગીઓને પ્રશ્ન પૂછવાની તક અપાશે અને નિષ્ણાંતો તેના જવાબ આપશે સાથે જ એશ્યોર્ડ પ્રાઇઝ જીતવાની તક પણ મળશે. શહેરના નાગરિકો ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓને શરીરની ત્વચાની સારસંભાળ, માવજત અને તેની ટ્રીટમેન્ટ સંબંધી બહુ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન વિનામૂલ્યે મેળવવાની આ તક વીએલસીસી દ્વારા પૂરી પાડવામાં આવી છે, જે ખૂબ ઉમદા તક છે.