લખનૌ : ચીની હેન્ડસેટ બનાવતી વિવો કંપનીએ કહ્યું છે કે, આગામી ચાર વર્ષના ગાળામાં ૪૦ અબજ રૂપિયાના જંગી મૂડીરોકાણ સાથે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કંપની ભારતીય બજારમાં સેમસંગ અને જીઓમી સાથે સ્પર્ધા કરવા સંપૂર્ણપણે તૈયાર છે. આના ભાગરુપે કંપની દ્વારા યમુના એક્સપ્રેસ વેમાં ૧૬૯ એકર જમીન હાંસલ કરી લીધી છે. નવી જમીન તેના પ્રવર્તમાન ૫૦ એકરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની નજીક છે.
આનાથી વિવો મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વિસ્તૃત કરવામાં આવશે. સાથે સાથે ભારતમાં વિવોના ગ્રોથને વધારવામાં આવશે. વિવો ઇંડિયાના ડિરેક્ટર નિકુન માર્યાએ કહ્યું છે કે, ૨૦૧૪માં ભારત સાથે વિવોએ સમજૂતિ કરી હતી અને સર્વસંમતિ સાથે વધુ અસરકારક નવા ફોન લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત અમારા માટે ઉપયોગી માર્કેટ તરીકે છે. અમે ભારતમાં ગ્રોથને આગામી તબક્કામાં લઇ જવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, નવા પ્લાન્ટથી સમગ્ર વિસ્તારોમાં લોકોને રાહત મળશે. રોજગારીની વ્યાપક તકો સર્જાશે. મોટી સંખ્યામાં લોકોને તક મળશે. ભારતમાં વિવો સ્માર્ટ ફોનનું વેચાણ કરવામાં આવે છે. આ ફોન ગ્રેટર નોઇડા કંપનીમાં જ બનાવવામાં આવી રહ્યા છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more