વિટામિનને લઇને આજના સમયમાં પણ લોકોની પાસે પુરતી માહિતી નથી. લોકો શરીરની જુદી જુદી ફિટનેસ હાંસલ કરવા માટે ડાયટિશિયન અને નિષ્ણાંતોની મદદ મેળવે છે. આ નિષ્ણાંતો યોગ્ય પ્રમાણમાં વિટામિન, પ્રોટીન અને અન્ય ચીજાનો ઉપયોગ કરવા માટે સલાહ આપે છે. વિટામિનની વાત કરવામાં આવે તો વિટામિન એના બે પ્રકાર છે. વિટામિન એ એક્ટિવ-માસં, ડેયરી પ્રોડક્ટસમાં હોય છે. આને રેટિનોલ પણ કહેવામાં આવે છે. જ્યારે બિટા વિટામિન શાકભાજી, ફળ ફળાદી અને અન્ય ચીજોમાં ઉપલબ્ધ હોય છે. વિટામિન એ ઘોળાઇ જાય તે પ્રકારના હોય છે.
તે સ્કીન, હાડકાને મજબુત બનાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કોશિકાને નુકસાન થતા બચાવે છે. સોજા સંબંધિત સમસ્યાને રોકે છે. તે એન્ટી એજિંગ પણ છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. હાર્ટ, કિડનીના કામોને સામાન્ય રાખે છે. તેની કમી હોવાની સ્થિતીમાં આંખમાં તકલીફ થાય છે. સ્કીન સુખી બની જાય છે. વારંવાર શરદી ગરમી થાય છે. થાક લાગે છે. દુધ, ગાજર અને અન્ય પાંદડાવાળા શાકભાજીમાં તેનુ પ્રમાણ વધારે હોય છે. ઇંડા, દુધ, બટાકા, સોયાબીનમાં પણ તેનુ પ્રમાણ જોવા મળે છે. નિષ્ણાંત તબીબો કહે છે કે બાળકોને ૪૦૦ મિગ્રા, યુવાનોને ૯૦૦ મિગ્રા અને મહિલાઓને ૭૦૦ તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓને ૧૨૦૦ મિગ્રા દરરોજ લેવામાં આવે તે જરૂરી છે. શરીમાં રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે. જો કે તેના વધુ પ્રમાણના કારણે પણ તકલીફ થાય છે. વધારે પ્રમાણમાં લેવાથી હાડકાને નુકસાન થાય છે. લિવર સંબંધી સમસ્યા ઉભી થઇ શકે છે. ગર્ભ નિરોધક દવાની અસર ઘટી શકે છે.
વિટામીન યાદશક્તિને વધારવામાં ઉપયોગી છે કે કેમ તેને લઈને ઘણા અભ્યાસ કરવામાં આવી ચૂક્યા છે પરંતુ ફ્રાંન્સમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ વિટામીન યાદશક્તિને વધારવાની ચોક્કસપણે ખૂબ ઉપયોગી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પુખ્તવયના જે લોકો છેલ્લા ઘણા સમયથી વિટામીન અને ખનીજ તત્વો ખાવામાં ઉપયોગ કરી રહ્યા છે તે લોકોની યાદશક્તિ આવા ઘટક તત્વોનો ઉપયોગ ન કરનાર લોકો કરતાં વધારે રહી છે. સંશોધકોનું કહેવું છે કે આ અભ્યાસના કારણો સૂચવે છે કે પૂરતા પ્રમાણમાં પોષક તત્વોથી વિચાર શક્તિ વધે છે. સાથે સાથે યાદશક્તિની કુશળતા પણ વધે છે. વધુ સમય સુધી કોઈ ચીજ યા રહી જાય છે. પરંતુ નવા અભ્યાસ સૂચવે છે કે આ પરિણામોની પ્રામાણિકતા ચકાસવા હજુ પણ વધુ અભ્યાસની જરૂર છે. બ્રિટનમાં યુનિવર્સિટી ઓફ એબરડીનમાં પોષક તત્વો સાથે સંકળાયેલા નિષ્ણાંત મેકનીલે કહ્યું છે કે દરેક વ્યક્તિએ ખાવામાં પૂરતા પ્રમાણમાં વિટામીન અને મિનરલ તત્વોનો ઉપયોગ કરવો જોઈએ. વિટામીન અને ખનીજ તત્વોની અછત ધરાવતા લોકોમાં આ પ્રકારના પોષક તત્વો જો ડાઈટમાં ઉપયોગ કરવામાં આવે તો તેમની યાદશક્તિમાં વધારો થાય છે. ફ્રાંસમાં કરવામાં આવેલા અભ્યાસમાં મોટી સંખ્યામાં લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ૪૫થી ૬૦ વર્ષની વયના લોકોને આમા આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં જે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા તેમાં બે ગ્રુપ પાડવામાં આવ્યા હતા જેમાં અડધા લોકોને વિટામીન સી, ઈ, સિલેનીયમ, ઝીંક જેવા પોષક તત્વોનો ઉપયોગ કરનાર લોકોને રાખવામાં આવ્યા હતા.
અન્ય ગ્રુપમાં ન્યુટ્રીસન મુક્ત લોકોને આવરી લેવામાં આવ્યા હતા. થોડાક વર્ષ બાદ પરિણામ ખૂબ જ આશાસ્પદ દેખાયા હતા. છ વર્ષ બાદ બંને ગ્રુપમાં ચકાસણી કરવામાં આવતા યાદશક્તિના નક્કર તારણો જાણવા મળ્યા હતા.વિટામિન-ડીની અછત એક સામાન્ય સમસ્યા છે. પરંતુ મોટા ભાગના લોકો આ મામલે પુરતી માહિતી ધરાવતા નથી. વિટામિન-ડીની અછતના લક્ષણ સામાન્ય રીતે ખુબ મોડેથી જાણવા મળે છે. વિટામિટ-ડીની અછત થવા માટે કેટલાક કારણો જવાબદાર હોય છે. જે પૈકી એક કારણ અપુરતા ભોજનનું પણ છે. આ ઉપરાત સુર્યના અપુરતા કિરણો પણ છે. મહિલાઓમાં આધુનિક સમયમાં તાપમાં નિકળતી વેળા સ્કાર્ફ, કોટ અને સનસ્ક્રીન લોસન લગાડવાનો ક્રેઝ જોવા મળે છે. આ ઉપરાંત ઓફિસમાં એસી રૂમમાં બેસીને કલાકો સુદી કામ કરવાનો ક્રેઝ પણ વધ્યો છે. આ તમામ કારણોસર મહિલાઓ અને પુરૂષોમાં વિટામિન-ડીની અછત જોવા મળે છે. જેથી દિવસભરમાં કોઇ સમય તાપમાં રહેવાની સલાહ નિષ્ણાંતો આપે છે. થોડાક સમય સુધી તાપમાં રહેવાથી વિટામિન-ડીની અછત કેટલીક હદ સુધી ઓછી થાય છે.