વિટામિન ડીની કમી ખુબ જોખમી

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

વિટામિન-ડીની કમીના કારણે આજે દુનિયાના ૭૦ ટકા લોકો ગ્રસ્ત થયેલા છે. વિટામિન-ડીની કમીથી અનેક તકલીફોને આમંત્રણમળી જાય છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસના તારણો અને સંબંધિત નિષ્ણાંત તબીબો પણ કહે છે કે વિટામિન ડી માંસપેશીઓને મજબુત બનાવે છે. વિટામિન ડી-ની કમીથી જુદા જુદા પ્રકારની પિડા, થાક, આરામ બાદ બાદ થાક અને વાળ ખરવા જેવી સમસ્યા આવે છે. શોધમાં કહેવામાં આવ્યુ છે કે વિટામિન-ડીની કમીને ટાળવા માટે તમામ પ્રયાસો નિયમિત ગાળામાં જ કરવામાં આવે તે જરૂરી છે. વિટામિન-ડીની કમીના કારણે વાળ ખરી પડવાની એક મોટી સમસ્યા સર્જાય છે. લાંબા સમયથી શરીરમાં આની કમી થવાથી વાળની જડો કમજાર બનતી જાય છે. જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગી જાય છે. જા સમગ્ર દિવસ દરમિયાન થાક લાગે છે અને બ્લડ પ્રેશર પણ ઘટે છે તો તે વિટામિન ડીની કમીના કારણે હોઇ શકે છે.

જા ભરપુર નીંદ અને આરામ કરવામાં આવ્યા બાદ પણ થાક લાગે છે તો તબીબોની સલાહ મુજબ વિટામિન ડી-ની તપાસ કરવામાં આવી શકે છે. વિટામિન ડીની કમીના કારણે શરીરમાં દુખાવો રહે છે.વિટામિન ડીની અછતથી ઘણી તકલીફો ઉભી થઇ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસથી આ બાબત સાબિત થઇ ચુકી છે.  વિટામિન ડીના પ્રમાણને વધારવા પોષકતત્વો બજારમાં ઉપલબ્ધ છે. જેમાં ઓઇલી ફિશ, ઇંડા અને દૂધ પેદાશોનો સમાવેશ થાય છે. સૂર્ય પ્રકાશથી પણ વિટામિન ડી મેળવી શકાય છે. ઓછામાં ઓછા ૨૦ મિનિટ સુધી સૂર્ય પ્રકાશમાં ગરમીની સિઝનમાં રહીને વિટામિન ડી મેળવી શકાય છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું  છે કે, સૂર્યમાંથી વિટામિન ડી ઉપલબ્ધ થાય છે. આશરે ૯૦ ટકા વિટામિન ડી સૂર્યમાંથી જ મળે છે.

તેવુ પણ નિષ્ણાતોનું કહેવું છે. આશરે ૧૦ ટકા જ વિટામિન ડી ખાદ્ય ચીજવસ્તુઓમાંથી મળે છે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક વ્યાપક અને રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામિન ડીના ઓછા પ્રમાણના કારણે ઘણી તકલીફો ઉભી થઇ શકે છે. વિટામિન ડીની અછત હાર્ટ સાથે સંબંધિત રોગ માટે પણ જવાબદાર છે.  વિટામિન ડીનું પૂરતુ પ્રમાણ અતિ જરૂરી છે. ઓછુ  પ્રમાણ ઘાતક બિમારીઓને આમંત્રણ આપી શકે છે. ૧૦ હજારથી વધુ દર્દીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામિન ડીની અછત ૭૦ ટકા લોકોમાં જાવા મળી છે અને તેમનામાં હાર્ટ સાથે સંબંધતિ રોગનો ખતરો વધારે રહે છે. વિટામિન ડીની અછત ધરાવનાર લોકોના મોતનો ખતરો પણ વધારે રહે છે. આ અછતને દૂર કરવાની બાબત જરૂરી પોષકતત્વોને લઇને જાડાયેલી છે. પોષકતત્વો સાથે અછતને દૂર કરવાથી મોતનો ખતરો ૬૦ ટકા ઘટી જાય છે.

યુનિવર્સિટી ઓફ કન્સાસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્ટ સાથે સંબંધિત રોગ અને વિટામિન ડીની અછત વચ્ચે સીધો સંબંધ છે. આ સંબંધ પણ ખૂબ જ મજબૂત છે. યુનિવર્સિટી ઓફ કન્સાસ હોÂસ્પટલ એન્ડ મેડિકલ સેન્ટરના કાર્ડિયોલોજીના પ્રોફેસર ડાp. જેમ્સે કહ્યું છે કે, અપેક્ષા કરતા પણ વધુ નક્કર પુરાવા મળ્યાં છે. વિટામિન ડીની અછત ઘણાં રોગો સાથે સંબંધ ધરાવે છે. દર્દીઓને ધ્યાનમાં લઇને જરૂરી દવાના સૂચન પણ કરવામાં આળ્યાં છે. કાર્ડિયોલોજીસ્ટોનું કહેવું છે કે, વિટામિન ડીની અછત ધરાવતા લોકોમાં ડાયાબિટીસ થવાનો ખતરો બે ગણો રહે છે. આ ઉપરાંત હાઈ બ્લ્ડ પ્રેશર થવાનો ખતરો ૪૦ ટકા વધુ રહે છે અને કાર્ડિયો થવાનો ખતરો ૩૦ ટકા વધારે હોય છે. એકંદરે વિટામિન ડીની અછત ધરાવતાં લોકોમાં કોઇપણ કારણસર મૃત્યુનો ખતરો ત્રણ ગણો વધારે છે. અભ્યાસમાં આ બાબત સાબિત થઇ શકી નથી.

વિટામિન ડીની અસર શુ થાય છે. અગાઉના સંસોધનોમાં સૂચન કરવામાં આવ્યું હતું કે, મોટાભાગના અમેરિકનોના શરીરમાં પુરતા પ્રમાણમાં વિટામિન ડીની સપાટી નથી.  શરીર અને જોડમાં દુખાવો રહે છે. કારણ કે વિટામિન ડી માંસપેશીઓને મજબુત કરે છે. વિટામિન ડીની કમી હોવાની સ્થિતીમાં જા કોઇ ઇજા થાય તો તેને ભરવામાં વાર લાગે છે.

વિટામિન ડીની કમીને દુર કરવા માટે સૌથી મજબુત સોર્સ તરીકે જોવામાં આવે તો તે દુધ અને દહી છે. રાત્રી ગાળામાં એક ગ્લાસ દુધ લેવામાં આવે તો ફાયદો થાય છે. પ્રતિ દિવસ એક વાટકી દહી ખાવાથી કેલ્શિયમની કમી દુર થાય છે. ઇન્ડાના પીલા હિસ્સામાં વિટામિન ડી હોય છે. માછળી પણ આના સારા સોર્સ તરીકે છે. મશરૂમાં વિટામિન ડી પુરતા પ્રમાણમાં રહે છે.

Share This Article