વિટામિન-ડીની અછત એક સામાન્ય સમસ્યા છે. પરંતુ મોટા ભાગના લોકો આ મામલે પુરતી માહિતી ધરાવતા નથી. વિટામિન-ડીની અછતના લક્ષણ સામાન્ય રીતે ખુબ મોડેથી જાણવા મળે છે. વિટામિટ-ડીની અછત થવા માટે કેટલાક કારણો જવાબદાર હોય છે. જે પૈકી એક કારણ અપુરતા ભોજનનું પણ છે. આ ઉપરાત સુર્યના અપુરતા કિરણો પણ છે. મહિલાઓમાં આધુનિક સમયમાં તાપમાં નિકળતી વેળા સ્કાર્ફ, કોટ અને સનસ્ક્રીન લોસન લગાડવાનો ક્રેઝ જાવા મળે છે.
આ ઉપરાંત ઓફિસમાં એસી રૂમમાં બેસીને કલાકો સુદી કામ કરવાનો ક્રેઝ પણ વધ્યો છે. આ તમામ કારણોસર મહિલાઓ અને પુરૂષોમાં વિટામિન-ડીની અછત જોવા મળે છે. જેથી દિવસભરમાં કોઇ સમય તાપમાં રહેવાની સલાહ નિષ્ણાંતો આપે છે. થોડાક સમય સુધી તાપમાં રહેવાથી વિટામિન-ડીની અછત કેટલીક હદ સુધી ઓછી થાય છે. વિટામિન-ડી કેટલાક ખાદ્ય ચીજવસ્તુઓમાં પણ ઉપલબ્ધ છે. જેમાં ઇન્ડા. ફિશ ઓઇલ અને ડેરી પેદાશોનો સમાવેશ થાય છે.
નોન વેજિટેરિયન લોકો માટે આ પુરતા સ્ત્રોત તરીકે છે. પરંતુ વેજિટેરિયન લોકો પણ વિટામિન-ડી મિશ્રિત ભોજન લેવાથી આ અછતને દુર કરી શકે છે. શિશુ માટે માતાને દુધને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પરંતુ આમાં વિટામિન-ડી પુરતા પ્રમાણમાં નહી હોવાના કારણે કેટલીક સલાહ આપવામાં આવી છે. બાળકો અને નવજાત શિશુને વિટામિન ડી મિશ્રિત દુધ આપવામાં આવે તે જરૂરી છે. વિટામીન ડી માટેના ટેસ્ટ મુખ્ય રીતે ૨૫ હાઇડ્રોક્સી વિટામીન ડીના રીતે કરવામાં આવે છે. જો કે, વિટામીન ડીની ચકાસણી બીજી રીતે પણ કરવામાં આવે છે. આના માટે લોહી લેવામાં આવે છે.