અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને એમ્સ ફાળવવા બદલ આભાર વ્યક્ત કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. બિમારીમાં મોંઘી દવાથી છુટકારો મળે તે માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓના જેનેરિક મેડિકલ સ્ટોર જન ઔષધી કેન્દ્ર તથા આયુષ્યમાન ભારત યોજનાની સફળ શરૂઆત બાદ હવે ગુજરાતમાં રાજકોટ ખાતે ૧૨૦૦ કરોડના ખર્ચે એમ્સ હોસ્પિટલ બનાવવાની મહત્વની જાહેરાત આજે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તતા કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાનો સમગ્ર ગુજરાતની જનતા વતી આભાર માનું છું.
વાઘાણીએ જણાવ્યું હતું કે, અદ્યતન સુવિધાથી સજ્જ એમ્સ હોસ્પિટલ બનતા અનેકવિધ જટીલ રોગોની ખર્ચાળ તબીબી સારવાર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને આસાનીથી ઉપલબ્ધ થશે. ગંભીર બિમારીની સારવાર માટે ગુજરાતવાસીઓને હવે દિલ્હી-મુંબઈ જવાની નહીં જવું પડે. દર્દીઓને ઘરઆંગણે સારવાર મળશે.