આજ રોજ સરદાર પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિશ્વ ઉમિયાધામ – જાસપુર અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમના નવતર અભિગમથી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. આ અવસર પર સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખશ્રી ડી. એન. ગોલ, ખજાનચી કાંતિભાઈ રામ, ઉમિયા માતાજી મંદિર – મેકન જ્યોર્જિયાના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા રાકેશભાઈ પટેલ ( સેન્ટ્રલ વર્કિંગ કમિટીના હોદ્દેદારશ્રી ) , સામાજિક સંગઠનના કો-ચેરમેનશ્રી પ્રવીણભાઈ પટેલ, પ્લેટિનમ દાતાટ્રસ્ટી ભગુભાઈ પટેલ , યુવા સંગઠનના હોદ્દેદાર ધમભાઈ પટેલ તેમજ સંગઠનના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
