જાન્યુઆરી 2024માં વિશ્વઉમિયાધામ ખેલ મહાકુંભનું આયોજન ,6 રાજ્યના અને 4 દેશના 1 લાખ ખેલાડીઓ રમશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિશ્વઉમિયાધામ દ્વારા એશિયન પેરા ગેમ્સના ગુજરાતી ખેલાડીઓનું સન્માન કરાયું

જાન્યુઆરી 2024માં વિશ્વઉમિયાધામ ખેલ મહાકુંભનું આયોજન કરાશે: આર.પી.પટેલ

વિશ્વઉમિયાધામ ખેલ મહાકુંભમાં 6 રાજ્ય અને 4 દેશના 1 લાખ ખેલાડીઓ રમશે

WhatsApp Image 2023 11 07 at 20.08.49
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું (504 ફૂટ) જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં વિશ્વઉમિયાધામ પરિષરમાં મંદિરની સાથો સાથ સ્પોટ્સ સંકુલ અને સ્કીલ યુનિવર્સિટીનું પણ નિર્માણ થવાનું છે. ત્યારે આજે વિશ્વઉમિયાધામ દ્વારા ચીનમાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2023માં ગુજરાતના 6 ખેલાડીઓએ વિશ્વકક્ષાએ ડંકો વગાડ્યો છે. 

વિશ્વભરનાં ડંકો વગાડનાર આ 6 ખેલાડીઓ એવમ્ ખુમારીથી એશિયન પેરા ગેમ્સ 2023માં ભારત વતી  વિવિધ ગેમ્સમાં ભાગ લેનાર 19 ગુજરાતી ખેલાડીઓનું વિશ્વઉમિયાધામ દ્વારા આજે સન્માન કરાયું હતું. આ અંગે વધુ વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી.પટેલ જણાવે છે કે ગુજરાતનું યુવાધન આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા સૌનું નામ રોશન કરે તો તેમનું સન્માન કરવું એ વિશ્વઉમિયાધામની જવાબદારી બને છે. વિશ્વઉમિયાધામને પાટીદાર સહિત તમામ સમાજના ખેલાડીઓ પર ગૌરવ અનુભવે છે. પેરા ગેમ્સના ખેલાડીઓ અનકન્ફર્ટ ઝોનમાંથી ક્રિયેટર્સ બન્યા છે. આવી જ રીતે ગુજરાત યુવાનોમાં નવી ઉર્જા અને જુસ્સો વધે તે હેતુંથી આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામ ખેલ મહાકુંભનું પણ આયોજન થઈ રહ્યું છે. જાન્યુઆરી- 2024માં વિશ્વઉમિયાધામ ખેલ મહાકુંભની શરૂઆત થશે. 
  • જાન્યુઆરી 2024થી રાજ્ય, દેશ અને વિશ્વભરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થશે
  • ગુજરાતની સાથે 6થી વધારે રાજ્યો અને 4 દેશમાંથી ખેલાડીઓ ભાગ લેશે
  • પાટીદાર સહિત તમામ સમાજના 1 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેશે
  • ક્રિકેટ ,વોલીબોલ ,ફુલબોલ સહિત 11થી વધારે રમતોનું આયોજન
  • ખેલ મહાકુંભના અંતે સારા ખેલાડી પસંદ કરી સંસ્થા દ્વારા ઓલિમ્પિક માટે ટ્રેનિંગ અપાશે

વિશ્વઉમિયાધામ ખેલ મહાકુંભની વિશેષતા

સન્માનિત ખેલાડીઓ

WhatsApp Image 2023 11 07 at 20.08.50

૧. ભાવીનાબેન પટેલ- પેરા ટેબલ ટેનીસ – ક્લાસ-૪– સીંગલ્સ — ( બ્રોન્ઝ મેડલ)
૨. દપુણ ઇનાની– ચેસ — બી-૧ — રેપીડ- સીંગલ્સ (ગોલ્ડ મેડલ) એવમ્ રેપીડ-ટીમ ( ગોલ્ડ મેડલ)
૩. હિંમાશું રાઠી – ચેસ — બી-૧— સ્ટાડડુ-સીંગલ્સ ( બ્રોન્ઝ મેડલ) એવમ્ સ્ટાડડુ-ટીમ (બ્રોન્ઝ બ્રોન્ઝ)
૪. નિમિષા સુરેશ સી.– એથ્લેટીકસ — ટી-૪૭– લોંગ જમ્પ–( ગોલ્ડ મેડલ)
૫. રચના પટેલ– બેડમિન્ટન– એસએચ-૬– સીંગલ્સ– ( બ્રોન્ઝ મેડલ)
૬ અશિન મકવાણા– ચેસ— બી-૧— રેપીડ- સીંગલ્સ ( બ્રોન્ઝ મેડલ) એવમ્ રેપીડ-ટીમ ( ગોલ્ડ મેડલ)

Share This Article