વિશ્વામિત્રી નદી પણ હવે ભયજનક સપાટી પર…..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડોદરા : વડોદરામાં ભારે વરસાદ થયા બાદ જનજીવન હજુ સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. બીજી બાજુ ભારે વરસાદ વચ્ચે આજવા જળાશયની સપાટી મોડી રાત્રે ૨૧૧.૨૦ ફુટની ઉંચી સપાટી પર પહોંચી જતા હવે આ સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. પાણીની સપાટી વધી ગયા બાદ હવે જળાશયમાંથી પાણી છોડવામાં આવનાર છે. જેથી શહેરમાં પુરનુ સંકટ તોળાઇ રહ્યુ છે.

વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી વધવાની શરૂઆત થયાબાદ સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની શરૂઆત કરવામાં આવી હતી. હજુ સુધી સેંકડો લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. જનજીવન પર માઠી અસર થઇ છે. લોકોને વહેલી તકે સુરક્ષિત સ્થળ પર લઇજવાનુ કામ ઝડપતી ચાલી રહ્યુ છે. આર્મીની બે ટુકડી પણ ગોઠવી દેવામાં આવી છે.

Share This Article