મર્ડર -૩ બાદ વિશેષ ફરીથી નિર્દેશન કરવા માટે સુસજ્જ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ:  મુકેશ ભટ્ટના પુત્ર વિશેષ ભટ્ટે વર્ષ ૨૦૧૩માં નિર્દેશક તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. મર્ડર -૩ સાથે વિશેષે નિર્દેશક તરીકેની કેરિયર શરૂ કરી હતી. ત્યારબાદ વિશેષે સંપૂર્ણ ધ્યાન ફિલ્મ નિર્માણ  પર કેન્દ્રિત કરી દીધુ હતુ. હવે તે કહી રહ્યો છે કે તેના પિતાએ તેમાં ફિલ્મ નિર્માણનો જુસ્સો ફરી જગાવ્યો છે. કેટલાક ફિલ્મ નિર્માતા અને લેખકો સાથે કામ કરી ચુકેલા વિશેષે કહ્યુ છે કે તે એ વિષયને અંતિમ રૂપ આપવા માંગે છે જે ફિલ્મ નિર્માણ કરવા માટે તેને પડકાર ફેંકે છે. સાથે સાથે ઉત્સાહ પણ વધારે છે. તેની પાસે કેટલાક સારા વિષય છે.

તેનુ કહેવુ છે કે તેના મિત્રો અને પિતાએ ફરી પ્રેરિત કર્યા બાદ તે ફરી ફિલ્મ નિર્માણમા કુદનાર છે. તે વર્ષ ૨૦૧૮-૧૯માં કેટલાક પ્રોજેક્ટ પર કમ કરતો નજરે પડશે. આવનાર પ્રોજેક્ટ અંગે વાત કરતા વિશેષે કહ્યુ છે કે તેના  પિતા અને કાકા મહેશ ભટ્ટ હવે ફિલ્મ સડકના આગામી ભાગ પર કામ કરી રહ્યા છે. બે ફિલ્મ પ્રોજેક્ટને લઇને તેમની સાથે વાત કરવામા આવી હતી. તેન કહેવુ છે કે હાલમાં આ પ્રોજેક્ટ અંહે જાહેરાત કરવાની બાબત વધારે ઉતાવળમાં રહેશે. જા કે વર્ષ ૨૦૧૮માં કેટલાક પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવનાર છે.

વિશેષ ફિલ્મમાં ભટ્ટની રણનિતી, કોન્ટેન્ટ ડેવલપમેન્ટ, ડિજિટલ પહેલ જેવી બાબતો પર ખાસ ધ્યાન આપે છે. વિશેષ ફિલ્મમાં મુકેશ ભટ્ટ અને તેના નાના ભાઇ મહેશ ભટ્ટ સહ માલિક છે. આ બેનર દ્વારા રાહુલ રોય અનુ અગ્રવાલ અને જાન અબ્રાહમ જેવા કલાકારોને  લોંચ કર્યા છે. મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ મોટા ભાગે સેક્સી અને બોલ્ડ વિષય પર આધારિત ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. હાલમાં નવી નવી પટકથા પર તેમના દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

Share This Article