ઇરફાનને રિપ્લેસ નહી કરે વિશાલ ભારદ્વાજ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઘણા સમયથી ઇરફાનને કોઇ ગંભીર બિમારી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. થોડા સમય પહેલા ઇરફાને ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે તેને ટ્યુમર છે અને સારવાર માટે તે જઇ રહ્યો છે. આ સમાચાર મળતા જ બોલીવુડમાં બધા ચિંતાગ્રસ્ત થઇ ગયા હતા. આ ઉપરાંત ઇરફાને કહ્યું હતું કે તેના માટે બધા દુઆ કરો.

વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં ઇરફાન અને દિપીકા લીડ રોલમાં છે ત્યારે વિશાલે ટ્વિટ કરી છે તે તેના બંને લીડ એક્ટર બિમારીથી પિડાઇ રહ્યા છે દિપીકા બેક પેઇનથી પિડાઇ રહી છે અને ઇરફાન ટ્યુમરથી. જ્યારે બંને એક્ટરને રિકવરી આવી જશે ત્યારે જ તે શૂટિંગ શરૂ થશે.

ઇરફાન માટે વિશાલે ટ્વિટ કરી હતી કે ઇરફાન એક વોરિયર છે અને તે જંગ લડવા ગયો છે. તે ચોક્કસ આ જંગ જીતીને આવશે અને ત્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. વિશાલ ઇરફાનને રિપ્લેસ નહી કરે.

Share This Article