PM નરેન્દ્ર મોદી દ્વારા મેરિલના આધુનિક મેન્યુફેક્ચરિંગ સુવિધાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

Rudra
By Rudra 2 Min Read

વાપી : મેરિલ, ભારતની અગ્રણી વૈશ્વિક મેડટેક કંપની, આજે એક મહત્વપૂર્ણ મંજિલ સુધી પહોંચી છે જેમણે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પી.એલ.આઈ. યોજના હેઠળ તેના આધુનિક ઉત્પાદન સુવિધાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વાપી ખાતે મેરિલના મુખ્ય મથક પર આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં.

મેરિલ, મેડિકલ ડિવાઇસિસનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકર્તા, ભારતમાં મેડટેક ક્ષેત્રમાં દેશની વૈશ્વિક કક્ષાની ક્ષમતા દર્શાવી છે. ‘મેક ઇન ઇન્ડિયા’ ઉત્પાદન દ્વારા, મેરિલ ભારતની વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સપોર્ટ કરવામાં સક્રિય છે.

મેરિલના સીઈઓ વિવેક શાહે જણાવ્યું હતું કે “આરોગ્ય સંભાળમાં આત્મનિર્ભરતાના ભારતના વિઝનને અનુરૂપ, PLI સ્કીમ હેઠળ માન્યતા પ્રાપ્ત કરવા બદલ અમે સન્માનિત છીએ. આ નવી સુવિધા નવીનતા અને ગુણવત્તા પ્રત્યે મેરિલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે અમને વૈશ્વિક સ્તરે 150 દેશોમાં અદ્યતન આરોગ્યસંભાળ સંસાધનો પહોંચાડવા સક્ષમ બનાવે છે. ભારત અને વિદેશમાં 12 મેરિલ એકેડમીઓ સાથે, અમે વિશ્વભરમાં આરોગ્યસંભાળ વ્યવસાયિકોનું સશક્તિકરણ કરીને શિક્ષણ અને તાલીમ માટે કટિબધ્ધ છીએ,”

2024ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં, મેરિલે ગુજરાત સરકાર સાથે રૂ.910 કરોડના નવા રોકાણના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા, જે મેડિકલ ડિવાઇસિસ ક્ષેત્રમાં નવી અપેક્ષાઓ ઉભી કરે છે. અત્યાર સુધી, મેરિલે રૂ.1,400 કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જે ભારતમાં મેડટેક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેની મેરિલની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. આ રોકાણથી 5,000 નોકરીઓની તકો ઉભી થવાની અપેક્ષા છે અને મહત્વપૂર્ણ મેડિકલ ડિવાઇસિસની આયાતમાં ઘટાડો થવાની શક્યતા છે.

પી.એલ.આઈ. યોજના હેઠળ મેરિલના ચાર જૂથ કંપનીઓ – સ્ટ્રક્ચરલ હાર્ટ, વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન, ઓર્થોપેડિક્સ અને એન્ડો સર્જરી – આ યોજનામાં સામેલ છે, જે મેડિકલ ડિવાઇસિસનું સ્થાનિક ઉત્પાદન કરવા માટે સહાયરૂપ છે.

Share This Article