વર્જિન એટલાન્ટિક દ્વારા લંડન હિથ્રો અને ભારતમાં મુંબઇ વચ્ચેની વિમાન સેવાની ફરી શરૂઆત કરવાની જાહેરાત કરી છે અને તેની ફ્લાઇટની ટિકિટનું વેચાણ ૨૮મી મે, મંગળવાર ૨૦૧૮ના રોજથી શરૂ થશે. પ્રથમ ફ્લાઇટ સર્વિસ ૨૭મી ઓક્ટોબર ૨૦૧૯ના રોજથી ઉપડશે અને લંડન દિલ્હીની વચ્ચેના એરલાઇન્સના લાંબા સ્થાપિત રૂટનું પુરક બનશે.
આ ડેઈલી ફ્લાઇટ સર્વિસથી ન માત્ર ભારતના કોમર્શિયલ સેન્ટલ અને યુકેના પાટનગરની વચ્ચેના એક મહત્વપૂર્ણ જોડાણને વધારશે પણ તે ઉપરાંત વાયા હિથ્રો ભારત અને અમેરિકા વચ્ચે અવરોધરહિત કનેક્શન ઉપલબ્ધ કરાવશે. અમેરિકામાંથી આવવા અને જવા માટે ક્નેક્ટિંગ ફ્લોની સાથે જોડાણ કરવા માટે નવી ફ્લાઇટ સવારમાં હિથ્રોથી ડિપાર્ટ અને એરાઇવ જશે.
મુંબઇની ફ્લાઇટ વર્જિન એટલાન્ટિકના બોઇંગ-૭૮૭-૯ એરક્રાફ્ટથી સંચાલિત કરવામાં આવશે જેમાં ગ્રાહકોને એરલાઇન્સની એવોર્ડ વિનિંગ અપર ક્લાસ, પ્રીમિયમ અને ઇકોનોમિ લાઇટ, ક્લાસિક અને ડિલાઇટ કેબિન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વર્જિન એટલાન્ટિક પોતાની દરેક કેબિનમાં તમામ સર્વિસ ઉપલબ્ધ કરાવશે જેમાં કોમ્પ્લિમેન્ટરી ફૂડ, ડ્રિક અને ૩૦૦ કલાકથી વધારાનું એન્ટરટેઇન્મેન્ટ સામેલ છે. એરલાઇન્સનુ બોઇંગ ૭૮૭-૯ એરક્રાફ્ટ સંપૂર્ણપણે વાઇ-હાઇથી સુસજ્જ છે જેથી કસ્ટમર્સ તેમની વિમાન મુસાફરી દરમિયાન જોડાયેલા રહી શકશે.
વર્જિન એટલાન્ટિકના કોમર્શિયલ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જુહા જાર્વિનેને જણાવ્યું કે, “વર્ષ ૨૦૧૯ એ વર્જિન એટલાન્ટિકની માટે વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કાને ચિહ્ન કરે છે અને મને અત્યંત ખુશી છે કે અમે પોતાના નેટવર્ક રૂટને એક વાર ફરી વિસ્તૃત કરવાની શરૂઆત કરીયે છીએ, મુંબઇમાં પરત ફરીયે છીએ. જેટ એરવેઝે તેની કામગીરી અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરી હોવાને લીધે તેની સાથેની અમારી ભાગીદારીના માધ્યમથી તાજેતરમાં જ અમે આ મહત્વના બજારમાં સેવા પુરી પાડી શકીશું નહી, અલબત્ હવે અમારી પાસે પોતાના કસ્ટમર્સની માટે ઓલ્ટરનેટિવ વિકલ્પ ઉપલબ્ધ કરાવવું અને તેમની ડિમાન્ડને સંતોષ વા માટેની તક છે.”
“દિલ્હીની માટે અમારા લોંગ-સ્ટેન્ડિંગ રૂટની સાથે અમે પ્રવાસીઓને યુકે અને ભારતની વચ્ચે અમારી એવોર્ડ વિજેતા સર્વિસનો અનુભવ કરવાની માટે વધુ એક પુરી પાડવા સક્ષમ છીએ. અમે ફક્ત સમૃદ્ધ ભારતીય બજારમાં વિસ્તરણ જ નહી કરીશું પરંતુ ડેલ્ટા ખાતેના અમારા ભાગીદારોની સાથે મળીને અમે વાયા હિથ્રો એરપોર્ટ ને અમેરિકા સુધીનું અવરોધ રહિત કનેક્શન્સ ઉપલબ્ધ કરાવી શકીયે છીએ.”
મુંબઇની નવી ફ્લાઇટ લંડનના હિથ્રો એરપોર્ટથી વર્જિન એટલાન્ટિકની ૨૭મી ડેઇલી સર્વિસ છે અને ચાલુ વર્ષના ત્રીજા નવા રૂટની જાહેરાત છે.
તેલ અવિવિ, ઇઝરાયલ સુધીની ફ્લાઇટ સપ્ટેમ્બર ૨૦૧૯માં શરૂ થશે અને સાઓ પાઉલો, બ્રાઝિલ માટેની ફ્લાઇટ સર્વિસ વર્ષ ૨૦૨૦માં શરૂ કરવામાં આવશે, જે સાઉથ અમેરિકામાં એરલાઇન્સનું પ્રથમ વેન્ચરને ચિહ્નત કરશે. ભાગીદાર ડેલ્ટા એરલાઇન્સની સાથે વર્જિન એટલાન્ટિક કસ્ટમર્સને યુએસના ડેસ્ટિનેશન્સની અજોડ પસંદગી અને લંડન હિથ્રોથી અગ્રણી ટ્રાન્સ એટલાન્ટિક સર્વિસ પુરી પાડશે. ટર્મિનલ થ્રીમાં આવેલું છે બંને એરલાઇન્સ લંડન અને યુએસએની વચ્ચે દરરોજ ૨૮ ફ્લાઇટ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.