આઇ.પી.એલમાં કિંગ્સ ઇલેવન પંજાબનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું છે. ટીમની 10 મેચમાંથી 6 મેચમાં જીત મેળવી અને 4માં હાર મેળવીને ત્રીજા સ્થાન પર રહ્યું છે. રાજસ્થાન રોયલે પંજાબને હરાવ્યુ તેથી પંજાબે ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ પંજાબની ટીમમાં ઉથલ પાથલ થઇ ગઇ હતી.
રાજસ્થાન સામે હાર્યા બાદ પ્રિટી ઝીન્ટા અને વિરેન્દ્ર સેહવાગ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. હવે એવી ખબર આવી રહી છે કે આ બોલાચાલી બાદ વિરેન્દ્ર સેહવાગ આઇ.પી.એલમાં કિંગ્સ ઇલેવન પંજાબનો સાથ છોડી દેશે.
હાર બાદ પ્રિટીએ ખૂબ કડવા શબ્દમાં સેહવાગ સાથે સવાલ-જવાબ કર્યા હતા. તેથી સેહવાગ કદાચ કિંગ્સ ઇલેવન પંજાબ સાથેના પાંચ વર્ષ જૂના સંબંધ તોડી શકે છે.
હવે આ વાતમાં કેટલું તથ્ય છે તે સમય આવતા જ ખબર પડશે. પ્રિટી અને સેહવાગ બંને વચ્ચે હવે સમાધાન થાય છે કે સેહવાગના આ નિર્ણયથી પંજાબની ટીમ પર અસર થશે તે તો નિર્ણય બાદ જ ખબર પડશે.