ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીના પૂતળાનું મેડમ તુસાદ્સ દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું છે. કોહલી ઇંટરેક્ટિવ ઝોનમાં પોતાના સિગ્નેચર પોઝમાં ખેલની દુનિયાના અન્ય દિગ્ગજોની સાથે હશે. આ ફિગરથી વિરાટ કોહલીના પ્રશંશકોને પોતાના હીરોની નજીક આવવાની અને ફોટો પડાવવાની તક મળશે.
વિરાટના ફિગર સેટિંગ સત્ર દરમિયાન લેવામાં આવેલા ૨૦૦થી વધુ માપ અને ફોટાની મદદથી બનાવવામાં આવી છે. ચાહકો વિરાટને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરેલા અને સ્ટ્રાઇક કરવા માટે તૈયાર પોતાના ડાયનામિક પોઝમાં જોઇ શકશે.
પોતાના ફિગરના અનાવરણના પ્રસંગે ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું, “મારુ ફિગર બનાવવા માટે કરવામાં આવેલા પ્રયત્નો અને અદ્ભુત કામની પ્રશંસા કરૂ છું. જીવનભર યાદ રહેનારા આ અનુભવ માટે મારી પસંદગીને લઇ હું મેડમ તુસાદ્સનો આભાર વ્યક્ત કરૂં છું. હું મારા પ્રશંસકોનો તેમના પ્રેમ તથા સમર્થન માટે આભાર માનું છું. આ અનુભવ મારા જીવનની પ્રેમાળ યાદમાં સુરક્ષિત રહેશે. અદ્ભૂત શિલ્પકલા માટે શુભેચ્છાઓ અને પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યો છું.”
ભારતમાં ક્રિકેટ અને ક્રિકેટર્સ માટે જબરદસ્ત ક્રેઝ છે. વિરાટ કોહલી આજના ક્રિકેટ સ્ટાર છે અને સમગ્ર દુનિયામાં તેમાના પ્રશંસકોની લાંબી લાઇન છે. તેમના પ્રશંસકોની વચ્ચે તેમના પ્રત્યે વધતા પ્રેમને મેડમ તુસાદ્સ દિલ્હી માટે તેમને એક યોગ્ય વિકલ્પ બનાવી દીધો. અમને પૂર્ણ વિશ્વાસ છે કે તેમના ફિગરથી સ્પોટ્રસ ઝોનમાં એક નવો ઉત્સાહ આવશે. પોતાના મુલાકાતીઓનું મનોરંજન કરવા માટે અમે ભવિષ્યમાં પણ ઉત્સાહજનક આકર્ષણો રજૂ કરવાનું જાળવી રાખીશું. – તેમ મર્લિન એંટરટેનમેન્ટ્સ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર અને ડાયરેક્ટર અંશુલ મહેતાએ જણાવ્યું હતું.