આઇસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવ્યા બાદ કરોડો ચાહકોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ટીમ વર્લ્ડ કપ જીતવા માટે સક્ષમ છે કે કેમ તેને લઇને ભારે ચર્ચા છે. ભારતીય પસંદગીકારો દ્વારા જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેના કારણે કોઇને હેરાની થઇ રહી નથી. કારણ કે ધારણા પ્રમાણે જ ખેલાડીઓની પંસદગી કરવામાં આવી છે. આ ટીમમાં કોઇ આશ્ચર્યજનક નિર્ણય કરવામાં આવ્યો નથી. ટીમમાં કોઇ ચોંકાવનારા ફેરફાર કરવામાં આવ્યા નથી. સમગ્ર ટીમની પસંદગી કરતી વેળા દુવિધા તો એક બે ખેલાડીની પોઝિશનને લઇને રહેલી હતી. જો કે ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે.
પસંદગીકારોએ ચોથા નંબર માટે અંબાટી રાયડુ અને વિજય શંકર વચ્ચે એક ખેલાડીની પસંદગી કરી રહ્યા હતા. હવે વિજય શંકરમાં વધારે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. બીજી બાજુ બીજા વિકેટકિપર માટે પંત અને દિનેશ કાર્તિકના નામ પર ચર્ચા ચાલી રહી હતી. જો કે દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે. વૈકલ્પિક ઓપનર તરીકે કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. જેને ચોથા નંબર પર અજમાવવામાં આવી શકે છે. તેનુ નામ પર સંભવિતમાં સામેલ હતુ. બાકી તમામ ખેલાડી એ છે જે છેલ્લી બે ત્રણ શ્રેણીથી રમી રહ્યા છે. થોડીક ખામી આ બાબતને લઇને દેખાય છે કે ટીમમાં કોઇ એવા ખેલાડીને સામેલ કરવામાં આવ્યો નથી. જે પુરી ૫૦ અવર સુધી બેટિંગ કરી શકે છે.
૫૦ ઓવર રમી શકે અને આક્રમક રમત પણ રમી શકે તેવી કુશળતા હાલમાં કેપ્ટન કોહલી સિવાય કોઇમાં દેખાઇ રહી નથી. ધોની પણ કેટલીક વખત આ ભૂમિકામાં રહે છે. ઇંગ્લેન્ડની વિકેટ હમેંશા બેટ્સમેનોની કસૌટી કરે છે. નોકઆઉટ મેચમાં એક બેટ્સમેનની કમી નજરે પડી શકે છે. પસંદગીકારોએ પૂર્ણ ધ્યાન ઓલરાઉન્ડ પર કેન્દ્રિત કર્યુ છે. હાર્દિક પંડ્યા, વિજય શંકર, કેદાર જાધવ અને રવિન્દ્ર જાડેજા આ રોલમાં રહેલા છે. હાર્દિક છેલ્લા કેટલાક સમયથી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેની હાજરીમાં પાંચ બોલરની સાથે રમવાની બાબત સરળ બની જાય છે. જશપ્રીત બુમરાહ અને મોમ્મદ શામી મુખ્ય ઝડપી બોલર છે. સાથે સાથે ભુવનેશ્વર કુમાર પણ છે. છેલ્લા કેટલાક સમયથી ભારતની બહાર ઝડપી બોલર તેમની છાપ ઉભી કરવામાં સફળ પુરવાર થયા છે. અમારા સ્પીનરો પર પણ શોટ્સ રમતી વેળા વિદેશી બેટ્સમેનો ખચકાટ અનુભવ કરે છે. કેટલાક સારા ઓવર વિજય શંકર અને કેદાર પણ ફેંકી શકે છે. ઓપનિંગમાં તો શિખર ઘવન અને રોહિત શર્મા બેસ્ટ જોડી છે. ધોની પણ સતત શાનદાર બેટિંગ કરી રહ્યો છે.
ધોનીની હાજરીમાં વિરાટ કોહલીની તાકાત અનેક ગણી વધી જાય છે. વૈકલ્પિક વિકેટકિપર તરીકે પંત સારો દેખાવ કરતો રહ્યો છે પરંતુ દિનેશ કાર્તિક પર વધારે વિશ્વાસ કરવામાં આવ્યો છે. એક બેટ્સમેન તરીકે તેનો અનુભવ પણ કામ લાગી રહ્યો છે. આમાં કોઇ બેમત નથી કે ભારતીય ટીમ બિલકુલ સંતુલિત ટીમ છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાની સામે રમાયેલી શ્રેણીને છોડી દેવામાં આવે તો ભારતીય ટીમે વિદેશમાં અને ઘરઆંગણે તમામ વર્લ્ડકપમાં જોરદાર ઇરાદા સાથે ઉતરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમત્રીજી વખત વિશ્વકપ જીતવા માટે પ્રયાસ કરશે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે કપિલ દેવના નેતૃત્વમાં ૧૯૮૩ અને ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ૨૦૧૧માં વર્લ્ડકપ જીતવામાં સફળતા મેળવી હતી. આ વખતે વર્લ્ડકપ રાઉન્ડ રોબિન તરીકાથી રમાડવામાં આવશે.
એટલે કે દરેક ટીમ બાકી તમામ ટીમોથી મેચ રમશે અને રાઉન્ડ રોબિન બાદ ટોપની ૪ ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાંચમી મેના દિવસે દક્ષિણ આફ્રિકાની સામે પોતાની પ્રથમ મેચ રમશે. નવમીએ શ્રીલંકા સામે ભારતીય ટીમ રમશે. આ વખતે ૧૪મી જુલાઈ ૨૦૧૯ના દિવસે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ લોડ્ઝમાં રમાશે. વર્લ્ડકપમાં કુલ ૪૮ મેચો રમાશે. પાકિસ્તાન સામે પણ ભારતીય ટીમની મેચ રમાનાર છે. વર્લ્ડ કપમાં ભારતની દાવેદારી પહેલાથી જ સૌથી મજબુત દેખાઇ રહી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓની હાજરી તાકાતને અનેક ગણી વધારી દે છે.