નવીદિલ્હી : ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રવિવારના દિવસે આઈસીસી વર્લ્ડ કપની પૂર્ણહુતિ થઈ ગઈ છે. ૧૨મી એડિશનની પુર્ણાહુતિ થયા બાદ આઈસીસી દ્વારા પોતાની વર્લ્ડ કપ ટીમ જાહેર કરી હતી. આ ટીમમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીને જગ્યા મળી નથી. ભારત તરફથી આ સ્પર્ધામાં શાનદાર રહેલા ફોર્મમાં રહેલા રોહિત શર્મા અને બુમરાહને જગ્યા આપી છે. ટીમ ઓફ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડના ત્રણ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડના બોલ્ટને ૧૨મા સ્થાને જગ્યા મળી છે. આ ટીમમાં ઇગ્લેન્ડના ચાર ખેલાડીને જગ્યા મળી છે.
જેમાં જેસન રોય, જાય રુટ, બેન સ્ટોક્સ અને આર્ચરનો સમાવેસ થાય છે. ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓને તક મળી છે. જેમાં એલેક્સ કેરી અને સ્ટાકનો સમાવેશ થાય છે. આઈસીસી દ્વારા પોતાની વર્લ્ડ કપ ટીમમાં એવા ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે કે જે ખેલાડીઓએ તમામને પ્રભાવિત કર્યા છે. રોહિત શર્માએ ટુર્નામેન્ટમાં પાંચ સદી સાથે ૬૪૮ રન બનાવ્યા હતા. જ્યારે ઇગ્લેન્ડના રોયને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રોયે આ ટુર્નામેન્ટમાં ૪૪૩ રન બનાવ્યા હતા. કેટલીક મેચો રોયે ગુમાવી પણ હતી. નંબર ત્રણ માટે વિલિયમસનને જગ્યા મળી છે. વિલિયમસને વર્લ્ડકપમાં ૫૭૮ રન બનાવ્યા છે.
બાંગ્લાદેશના શાકિબને ચોથા સ્થાને પસંદ કરાયો છે. આઈસીસીની વનડે રેકિંગમાં પ્રથમ સ્થાને રહેલા કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રુટની પાંચમા સ્થાને પસંદગી કરવામાં આવી છે. કોહલીને પસંદગી ન કરાતા કરોડો ચાહકોને નિરાશા હાથ લાગી છે. આર્ચરને પણ તક મળી છે.