વિરાટના વનડેમાં સૌથી ઝડપી ૧૧ હજાર રન : નવો વિક્રમ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

માનચેસ્ટર : માનચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક સફળતા હાંસિલ કરી દીધી હતી. કોહલીએ સૌથી ઝડપી ૧૧ હજાર રન પુરા કરવાની સિદ્ધિ મેળવી લીધી હતી. કોહલીએ આજે પાકિસ્તાન સામે રમતા ૨૨૨મી ઇનિગ્સમાં ૧૧ હજાર રન પુરા કર્યા હતા. સચિને ૨૭૬ ઇનિગ્સમાં આ રન પુરા કર્યા હતા. કોહલીને આજની મેચની પહેલા ૧૧ હજાર રન પુરા કરવા ૫૭ રનની જરૂર હતી પરંતુ કોહલીએ આ રન સરળતાથી પુરા કર્યા હતા. કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડ તરફ પણ વધી રહ્યો છે. સચિન બાદ તે સદીના મામલામાં પણ બીજા સ્થાને છે.

 

Share This Article