આધુનિક ક્રિકેટમાં વિરાટ કોહલીનો સમગ્ર દુનિયામાં ડંકો છે. તે આજે લોકપ્રિયતાની ચરમસીમા પર છે. તે કોઇ પણ ફોર્મેટમાં જ્યારે મેદાનમાં હોય છે ત્યારે તમામ અશક્ય બાબત શક્ય દેખાય છે અને કરોડો ચાહકોને આશા પણ રહે છે. આધુનિક સમયમાં દુનિયામાં શ્રેષ્ઠ બેટ્સમેન કોણ છે તેની વાત કરવામા આવે તો સ્વાભાવિક રીતે જ વિચાર કર્યા વગર કોહલીનુ નામ કોઇ પણ બોલી જશે. વર્લ્ડ કપ હવે નજીક છે ત્યારે તેના પર ફરી કરોડો ચાહકોનુ ધ્યાન કેન્દ્રિત થયુ છે.
કેપ્ટન વિરાટ કોહલી આજે કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલોદિમાગમાં છવાયેલો છે. તે ક્રિકેટના ક્ષેત્રમાં એક પછી એક નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. કોઇ સમય ભારતના ક્રિકેટના ભગવાન તરીકે ગણાતા સચિન તેન્ડુલકરના તમામ રેકોર્ડને તે ઝડપથી તોડવાની દિશામાં આગળ વધી રહ્યો છે. કેટલાક રેકોર્ડ તો પહેલાથી જ તોડી ચુક્યો છે. જ્યારે કેટલાક રેકોર્ડ હવે તોડી દેનાર છે. તેના દેખાવથી લાગે છે કે તે જે રેકોર્ડ હવે કરનાર છે તેના રેકોર્ડ કોઇ તોડી શકશે નહીં. કારણ કે રેકોર્ડ પર હવે વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. ક્રિકેટરો હવે માત્ર રોમાંચ સાથે આગળ વધી રહ્યો છે. કોહલીએ હાલમાં વનડે ક્રિકેટમાં ૧૦ હજાર રન પુરા કરવાની સિદ્ધી હાંસલ કરી લીધી હતી. કોહલીએ જે રીતે ક્રિકેટમાં સફળતા હાંસલ કરી છે તેના કારણે આ ખેલાડીની લાઇફમાંથી પણ યુવાનો ખુબ પ્રેરણા અને પ્રોત્સાહન મેળવીને લાઇફમાં આગળ વધી શકે છે અને સફળતા હાંસલ કરી શકે છે.
કોહલીએ દબાણમાં સતત વધારે શાનદાર દેખાવ કરીને લોકોને માર્ગદર્શન આપ્યુ છે. કોહલીએ સાબિતી આપી છે કે કોઇ પણ વ્યÂક્ત દબાણમાં વધારે સારો દેખાવ કરી શકે છે. ખુબ ઓછી ઇનિગ્સ રમીને કોહલીએ ૧૦ હજાર રનની સિદ્ધી મેળવી છે. સૌથી મોટી બાબત એ છે કે તે આની સાથે જ સચિન તેન્ડુલકરના ૧૭ વર્ષ જુના રેકોર્ડને પણ તોડી ચુક્યો છે. ખુબ નાની વયમાં જ કોહલી આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાના સૌથી શાનદાર ખેલાડી તરીકે પોતાની છાપ ઉભી કરી લીધી છે. તેના દ્વારા હાંસલ કરવામાં આવી રહેલી સિદ્ધીઓ, સફળતા અને તેના મજબુત ઇચ્છાશÂક્ત સાથેના પ્રયાસો અનેક બાબતો શિખવાડે છે. કામ અને સંબંધો પ્રત્યે તેનુ વલણ પ્રેરણાદાયી રહ્યુ છે. જે દિવસે વિરાટ કોહલીના પિતાનુ અવસાન થયુ હતુ તે દિવસે તે કર્ણાટકની સામે રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો. જા તે ઇચ્છતો તો પરિસ્થિતીને રજૂ કરીને રમવાનો ઇન્કાર કરી શક્યો હોત તેને કોઇ રોક પણ શક્યા ન હોત. જા કે કોહલીએ મેચમાં રમવાનો નિર્ણય કર્યો હતો. તે પોતાના અંગત જીવન અને કામને અલગ અલગ રાખે છે. આનાથી અમે શિખી શકીએ છીએ કે કોઇ પણ કેટલી પણ મોટી મુશ્કેલી કેમ ન હોય તેને પોતાના કામ પર પ્રભાવ જમાવવાની તક આપવી જાઇએ નહીં.
અમારુ કામ અમારા ધ્યાનની જેમ રહે તે જરૂરી છે. અભ્યાસ અથવા તો રમતી વેળી તેનુ ધ્યાન માત્ર ખેલ પર કેન્દ્રિત રહે છે. વિપરિત સ્થિતીમાં પણ તે ક્યારેય હાર માનતો નથી. તેની અદમ્ય ઇચ્છાશÂક્તની તમામ લોકો પ્રશંસા કરે છે. પડકારરૂપ સ્થિતીમાં પણ તે ધૈર્ય જાળવી રાખે છે. સૌરવ ગાંગુલી બાદ આ ગુણ માટે સૌથી વધારે વિરાટ કોહલીને જ ઓળખવામાં આવે છે. ક્રિકેટ જેવી રમતમાં અર્જુન જેવી એકાગ્રતાની જરૂર હોય છે. વિરાટ કોહલીમાં આ એકાગ્રતાને સ્પષ્ટરીતે જાઇ શકાય છે. કોહલી પાસેથી શિખી શકાય છે કે સફળતા હાંસલ કરવા માટે આ બાબત અને એકાગ્રતા કેટલી જરૂરી છે. પોતાના આરોગ્ય અને શરીરને લઇને કોહલી ખુબ સાવધાન અને સજગ રહે છે. ફિટનેસ પર એ જ વ્યક્તિ ધ્યાન આપે જે ખેલાડી છે તે બાબત માનવા માટે કોઇ કારણ નથી. ફિટનેસ માત્ર આપના શરીરને જ નહીં બલ્કે મનને પણ મજબુત અને સ્વસ્થ રાખવામાં ભૂમિકા અદા કરે છે. અમે કોઇ પણ કામ કરીએ પરંતુ શરીર સાથ આપશે તો જ કામની મજા આવશે. શરીર ફિટ રહેશે તો જ કામમાં મન લાગે છે અને કામને અમે સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ. વિરાટ માત્ર પોતે જ ફિટ રહેતો નથી બલ્કે અન્યોને પણ ફિટ રહેવા માટે કહેતો રહે છે. સામાન્ય રીતે જાવામાં આવે છે કે જ્યારે ભારતીય ટીમ દબાણમાં હોય છે ત્યારે વિરાટ કોહલીના બેટમાંથી રન નિકળતા રહે છે. આ જ કારણસર તેને ચેસ માસ્ટર પણ કહેવામાં આવે છે. આ એક સારા ખેલાડીની ઓળખ બની ચુકી છે. દબાણમાં તેનો દેખાવ વધારે શાનદાર રહે છે.
લાઇફમાં દબાણ હોય કે પછી પડકારો હોય અમને ચિંતા કર્યા વગર શાનદાર રીતે આગળ વધવાની જરૂર હોય છે. સચિન તેન્ડુલકર સાથે વારંવાર સરખામણી જ્યારે કરવામાં આવે છે ત્યારે તે આ વાતને ક્યારેય સ્વીકાર કરતો નથી. હમેંશા એમ જ કહે છે કે સચિન સાથે સરખામણી કરવા અંગે તે વિચારી પણ શકે નહી. કેટલાક સિનિયર ખેલાડી તેની ટિમના હિસ્સા તરીકે રહ્યા છે પરંતુ ક્યારેય કોઇએ ફરિયાદ કરી નથી. કેટલીક વખત તે ધોનીની સલાહ પણ લેતો નજરે પડે છે. પોતાના સાથી ખેલાડીઓનુ તે હમેંશા સન્માન કરે છે. તેમને ક્રેડિટ પણ આપે છે. કોહલી માત્ર મેદાન પર ચમકતા સિતારા તરીકે નથી બલ્કે પરિવારમાં પણ તે તમામમાં લોકપ્રિય છે. મોટી સેલિબ્રિટી હોવા છતાં પોતાના પરિવાર માટે તે સમય કાઢી જ લે છે. પોતાની માતા, બહેન પ્રત્યે તે ખાસ માન ધરાવે છે. કાકા તરીકે ધોનીની પુત્રીને પણ પ્રેમ કરે છે.