નવી દિલ્હી : ક્રિકેટના મેદાન પર પોતાની રમતથી ધુમ મચાવી દેનાર વિરાટ કોહલીએ આજે આઇસીસી એવોર્ડ કાર્યક્રમમાં પણ પોતાના નામનો ડંકો વગાડી દીધો હતો. આઇસીસી એવોર્ડ કાર્યક્રમમાં કોહલીએ મોટા ભાગના એવોર્ડ પોતાના નામ પર કર્યા હતા. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિકેટના ત્રણેય મોટા એવોર્ડ જીતી લીધા હતા. વિરાટ કોહલી આઇસીસી ક્રિકેટર ઓફ ધ યર, આઇસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર અને આઇસીસી વન ડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતી લીધો હતો. આ રીતે કોહલીએ એવોર્ડ કાર્યક્રમમાં પણ સપાટો બોલાવી દીધો હતો. ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યુ છે જ્યારે કોઇ એક ખેલાડીએ ત્રણેય એવોર્ડ પોતાના નામ પર કરી દીધા છે. આઇસીસી દ્વારા મંગળવારના દિવસે એવોર્ડ જાહેર કર્યા હતા.
વર્ષ ૨૦૧૮ના દેખાવના આધાર પર પસંદ કરવામા ંઆવેલી ટીમમાં કોહલીને જ ટેસ્ટ અને વન ડે ટીમની જવાબદારી પણ સોંપી છે. કોહલીને જ બંને ટીમના કેપ્ટન તરીકે રાખવાની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જશપ્રિત બુમરાહને આઇસીસીની બંને ટીમોમાં સ્થાન મેળવી ગયો છે. યુવા વિકેટકિપર પંત પણ સ્થાન મેળવી લેવામાં સફળત રહ્યો છે.આ પ્રથમ વખત બન્યુ છે જ્યારે વિરાટને આઇસીસીના ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.
જ્યારે વનડેમાં તે સતત બીજી વખત એવોર્ડ જીતી ગયો છે. વર્ષ ૨૦૧૮માં પણ વિરાટ છવાયેલો રહ્યો હતો. વર્ષ ૨૦૧૮માં વિરાટે વનડે મેચામાં ૧૨૦૨ રન કર્યાહતા. તેની સરેરાશ ૧૩૩ રનની રહી હતી. આ જ વર્ષે તે વનડેમાં સૌથી ઝડપથી ૧૦૦૦૦ રન કરનાર ખેલાડી બની ગયો હતો.