યુએઈમાં યોજાનાર એશિયા કપ ટી૨૦ અગાઉ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ખરબા ફોર્મ અંગે સૌપ્રથમ વખત મૌન તોડ્યું છે. વિરાટ કોહલીનું માનવું છે કે જો તેની પાસે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની ક્ષમતા ના હોત તો તે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલી લાંબી મજલ કાપી શક્યો નહતો. વિરાટ કોહલી ભારતીય ટીમનો વરિષ્ઠ ખેલાડી છે અને છેલ્લા ત્રણ વર્ષથી તે એકપણ ફોરમેટમાં સદી ફટકારી શક્યો નથી પરંતુ તેના મતે સુધારાનો વધુ અવકાશ નથી. તેના પાછળનું કારણ એ છે કે ૨૦૧૪માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં ઓફ સ્ટમ્પ બહારના બોલ પર આઉટ થવા જેવી કોઈ ટેક્નિકલ ખામી તેને જણાતી નથી.
વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મારી રમત ક્યા સ્તરે છે તે હું જાણું છું અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાની તથા વિવિધ બોલર્સનો સામનો કરવાની ક્ષમતા વગત આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલો લાંબો સમય ટકી શકાય તેમ નથી. એટલે મારા માટે પ્રક્રિયાનો આ સરળ તબક્કો છે પરંતુ હું સ્વયં ઉપર દબાણ બનાવવા ઈચ્છતો નથી. હું હાલમાં દરેક પ્રકારના બોલ પર આઉટ થયો છું. શોર્ટ પીચ, ફૂલ લેન્થ, સ્વિંગ બોલ, કટર, ઓફ સ્પિન, લેગ સ્પિન અને ડાબા હાથેથી કરેલા સ્પિન બોલ પર હું આઉટ થયો છું.