હવે વિરાટ કોહલીની બેંગલોર ટીમ પ્રતિષ્ઠા બચાવવા ઉતરશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ચંદીગઢ : ચંદીગઢમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની મહત્વપૂર્ણ મેચ કિગ્સ ઇલેવન પંજાબ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાનાર છે. બંને ટીમો જારદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. સૌથી મોટી સમસ્યા વિરાટ કોહલીની ટીમ સામે આવેલી છે. કોહલીની ટીમ હજુ સુધી કોઇ પણ મેચ જીતી શકી નથી. તેમની ટીમ હવે ફેંકાઇ જવાના આરે પહોંચી ગઇ છે. ચંદીગઢ ખાતેની મેચ રોમાંચક બનનાર છે.

આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી શનિવારના દિવસે કરવામાં આવનાર છે. કોહલીની ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ હોવા છતાં આ ટીમ તમામ મોરચે બિલકુલ ફ્લોપ સાબિત થઇ છે. પોઇન્ટ ટેબલમાં આ ટીમ સૌથી છેલ્લા સ્થાન પર છે.

કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન, અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોહલી (કેપ્ટન), અક્ષદીપ નાથ, મોઇન અલી, યુજવેન્દ્ર, નિલ, ગ્રાન્ડહોમ, ડિવિલિયર્સ, દુબે, ગુરકિરત, હેટમાયર, હિંમતસિંહ, કુલવંત ખજુરિયા, ક્લાસેન, મિલિંદકુમાર, સિરાજ, પવન નેગી, દેવદૂત પાડીક્કલ, પાર્થિવ પટેલ, પ્રયાસ રાય, સૈની, સાઉથી, સ્ટેનોઇઝ, સુંદર, ઉમેશ યાદવ.

Share This Article