નવીદિલ્હી : હાલમાં મોસ્ટ વિઝિટેડ વિકિપીડિયા પેજની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ ટુર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી.. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી ટોચ પર છે. વિરાટ કોહલીએ ૧૧ મેચમાં ૭૬૫ રન બનાવ્યા છે. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ૧૧ મેચમાં ૫૯૭ રન બનાવ્યા છે. શું તમે જાણો છો કે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ૫ મિલિયનથી વધુ લોકોએ વિરાટ કોહલીના વિકિપીડિયા પેજની મુલાકાત લીધી હતી. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માના પેજને ૪.૭ મિલિયનથી વધુ લોકોએ વિઝિટ કર્યું હતું.. આ સિવાય પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વિકિપીડિયા પેજના ૪.૪ મિલિયન યુઝર્સ હતા. આજેર્ન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સી માટે આ આંકડો ૪.૩ મિલિયન હતો. આ રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિકિપીડિયા પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી કરતાં વધુ લોકપ્રિય રહ્યા હતા.. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે ફાઈનલ પહેલા સતત ૧૦ મેચમાં સામેની ટીમને હરાવી હતી. પરંતુ ભારતીય ટીમને ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ ૨ પર રહ્યા. તે જ સમયે,ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બોલિંગમાં પોતાની પ્રતિભા બતાવી. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી.
શંકાએ લીધો 2 વર્ષમી માસૂમનો જીવ, જનેતાએ જ કરી નાખી બાળકીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
રાજકોટમાં એક કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હવે...
Read more