કોહલી હવે રેકોર્ડના પર્યાય તરીકે છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં રોમાંચક મેચોનો દોર જારી છે ત્યારે ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ કેટલાક રેકોર્ડ પોતાના નામ પર કરી લીધા છે. સચિન તેન્ડુલકર અને બ્રાયન લારા જેવી ધરખમ બેટ્‌સમેનો દ્વારા જે રેકોર્ડ સર્જવામાં આવ્યા હતા તે રેકોર્ડને તોડીને વિરાટ કોહલી વિરાટ સિદ્ધી હાંસલ કરી ચુક્યો છે. વિરાટ કોહલી આજે રેકોર્ડના પર્યાય તરીકે બની ગયો છે. વનડે ક્રિકેટમાં સૌથી ઝડપતી ૯૦૦૦, ૧૦૦૦૦ અને હવે ૧૧૦૦૦ રનની સિદ્ધી અન્ય કોઇએ નહીં બલ્કે કોહલીએ હાંસલ કરી લીધી છે. માત્ર વનડે ક્રિકેટમાં તે ૪૧ સદી ફટકારી ચુક્યો છે. જે સિદ્ધી હાંસલ કરવામાં સચિન તેન્ડુલકરને તેની આખી કેરિયર લાગી ગઇ હતી તે સિદ્ધી કોહલી તેના કરતા ખુબ ઝડપથી હાંસલ કરી રહ્યો છે. હાલમાં તે દુનિયાના નંબર વન બેટ્‌સમેન તરીકે છે તેમાં કોઇ બે મત નથી. તે વનડે અને ટેસ્ટમાં નંબર વન રેન્કિંગ બેટ્‌સમેન તરીકે છે. જયપુરમાં રમાયેલી મેચમાં ૫૨ બોલમાં સદી ફટકારીને કોહલીએ ભારત તરફથી સૌથી ઝડપી વનડે સદીનો રેકોર્ડ પોતાના નામ પર કર્યો હતો.

વિતેલા વર્ષોના મહાન ખેલાડી એલ્વિન કાલિચરણ, વિવિયન રિચર્ડસ અને સ્ટીવ વોગ જેવા ધરખમ ખેલાડી પણ કોહલી પર ફિદા છે. કાલીચરણ કહે છે કે વિરાટ કોહલી બોલરનો મેદાનની ચારેબાજુ ફટકારી દેવામાં કુશળતા ધરાવે છે. તેનુ આ વલણ તેમને ખુબ પસંદ છે. વિવિયન રિચડર્સ કહે છે કે કોહલી તેમના હિરો તરીકે છે. તેઓ પોતાની છાપ તેમાં જાઇ શકે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોગ કહે છે કે વિરાટ કોહલીમાં એ તમામ બાબત રહેલી છે જે તેપોતાની ટીમના ખેલાડીઓમાં જાવા માટે ઇચ્છુક હતો. પાકિસ્તાનના કેટલાક ખેલાડી વર્તમાન ખેલાડીઓને વિરાટ કોહલી પાસેથી બોધપાઠ લેવા માટે કહે છે. બાબર આજમ અને અન્ય તમામ યુવા પાકિસ્તાની ખેલાડી પણ કોહલી જેવા બેટ્‌સમેન બનવાના સપના ધરાવે છે. જેટલી ગંભીરતા અને શિસ્ત કોહલી દર્શાવી રહ્યો છે તેનાથી લાગે છે કે આવનાર પાંચ સાત વર્ષમાં સૌથી વધારે ચર્ચા દુનિયાભરમાં કોહલીની જ રહેશે.દાખલા તરીકે કોહલીએ તો ૨૨૫ મેચોમાં ૪૧ સદી ફટકારી ચુક્યો છે. વિરાટના બેટથી ઇતિહાસ સતત સર્જાઇ રહ્યા છે. પરિસ્થિતી દ્રષ્ટિએ ક્યારેય ગિયર બદલી દેવામાં આવે તે ગુણ કોહલી પાસે રહેલા છે. વર્ષ ૨૦૧૩માં જયપુર વનડેને કોણ ભુલી શકે છે.

જેમાં કોહલીએ ૫૨ બોલમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયા સામે ૩૬૦ રનનો લક્ષ્યાંક મુકી દીદો હતો. વનડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતી વેળા વિરાટ કોહલીએ ૨૪ સદી ફટકારી છે જે સાબિતી આપે છે કે તે કર્યા તે ક્યા લેવલનો ખેલાડી છે. દિગ્ગજ ખેલાડીઓ પણ વિરાટની પ્રશંસા કરતા થાકતા નછથી. હાલના વર્લ્ડ કપમાં તે સતત ચાર અડધી સદી ફટકારી ચુક્યો છે. કોહલી ટુંકી કેરિયરમાં ભારતીય બેટ્‌સમેનોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. સચિન તેન્ડુલકરે કુલ ૬૬૪ મેચોમાં ૩૪૩૫૭ રન કર્યા છે. રાહુલ દ્રવિડે ૫૦૯ મેચોમાં ૨૪૨૦૮ રન કર્યા છે. જ્યારે કોહલીએ ૪૧૭ મેચમાં ૨૦૦૩૫ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. વિરાટના દેખાવ પર નજર કરવામા ંઆવે તો હજુ સુધી ૨૩૨ વનડે મેચોમાં ૧૧૧૫૯ રન કર્યા છે. તેની સરેરાશ ૬૦ રનની આસપાસની રહી છે. ટેસ્ટમાં પણ ૨૫ સદી ફટકારી ચુક્યો છે.

Share This Article