વાઇરલ વીડિયોઃ આ ઇશારો કંઇક ખાસ છે – જોશો તો તમે પણ સહમત થશો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફેબ્રુઆરી મહીનો એટલે પ્રેમનો મહીનો.  હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. યુવાઓ રોજેરોજ પોતાની રીતે તેને ઉજવી રહ્યાં છે. યુવા હૈયાઓ પોતાના પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો ઇઝહાર કરી રહ્યાં છે.

આ સમયે સોશિયલ મીડિયા પર  સૌથી વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક શાળા દેખાઇ રહી છે, અને ત્યાં કેટલાંક  પોતાના પ્રેમને ઇશારા-ઇશારામાં વ્યક્ત કરી રહ્યા છે. આ  ઇશારાઓ ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યા છે.

આ વીડિયો મલયાલમ ફિલ્મનો છે અને આ ફિલ્મનું નામ  છે ઓરૂ અદાર લવ. આ ફિલમનું એક ગીત માણિક્ય મલારય પૂવી સોશિયલ મીડિયામાં ખબૂ જ વાઇરલ થઇ રહ્યું છે. આ ગીતમાં પાત્રોએ કરેલા ઇશારાઓ લોકોને ખૂબ જ  પસંદ આવી રહ્યા છે.

આ ગીતમાં દેખાઇ રહેલી એક્ટ્રેસનું નામ પ્રિયા પ્રકાશ વારિયારની આ ડેબ્યુ ફિલ્મ છે, જે પોતાના એક્સપ્રેશનને લઇને ખૂબ જ ચર્ચામાં છે.

Share This Article