મેટ ગાલા ઈવેન્ટમાં મોડલે ટોપ વગર પ્રોગ્રામમાં દેખાતા વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મેટ ગાલા એ ગ્લેમર અને ફેશનની દુનિયાની સૌથી મોટી ઈવેન્ટ ગણાય છે.

આ ઈવેન્ટમાં દુનિયાભરના કલાકારો, ફેશન અને ગ્લેમર વર્લ્‌ડ સાથે જાેડાયેલાં સેલેબ સહિત જાણીતી હસ્તીઓ ભાગ લેતી હોય છે. તેના ટેલિકાસ્ટ અને ફોટોગ્રાફી માટે પણ આ ઈવેન્ટ ખુબ જ ફેમસ છે.

ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવા કપડાં અને કોસ્ચ્યુમ સાથે આ ઈવેન્ટમાં જાણીતી હસ્તીઓ, મોડેલ, હીરોઈન, સ્ટાર્સ જાેવા મળે છે. જેમાં ખાસ કરીને ફિલ્મી હસ્તીઓ અને ફેશન વર્લ્‌ડની હસ્તીઓ અલગ અલગ આઉટફીટમાં જાેવા મળે છે.

મોડલ અને અભિનેત્રી કારા ડેલવિંગ પોતાના બોલ્ડ મેટ ગાલા લુક્સ માટે હમેશા જાણીતિ છે. ત્યારે હવે અભિનેત્રી પોતાના લુકના કારણે ચર્ચામાં આવી છે. 

તમે જાણીને સ્તબ્ધ થશો કે, Cara Delevingne નું મેકઅપ તેમના કપડા નીચે છૂપાવેલુ હતુ. જ્યારે તેઓ પોતાની ગોલ્ડ પેટન્ટ બોડી બતાવવા માટે ટોપલેસ થતા સમગ્ર ખુલાસો થયો.

મેટ ગાલા ૨૦૨૨માં ૨૯ વર્ષીય મોડલે પોતાની લાલ ડબલ બ્રેસ્ટેડ જેકેટને ખોલી દીધુ હતુ. જેકેટને કાઢતા તેમના ગોલ્ડન રંગથી રંગાયેલુ શરીર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતુ.

અભિનેત્રી એક લાલ ડાયર હાઉતે કોઉચર સૂટમાં એક વોકિંગ સ્ટિક અને પ્લેટફોર્મ હિલ્સની સાથે મેચિંગમાં જાેવા મળી હતી.  જ્યારે અભિનેત્રીએ જેકેટ કાઢ્યુ તો તમામ લોકો આશ્ચર્યચકિત થયા હતા. તેમનું આખુ શરીર ગોલ્ડ બોડી પેઈન્ટથી ઢંકાયેલુ હતુ.

Share This Article