9 વર્ષ બાદ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ સાથે વિપુલ શાહ કરી રહ્યા છે ડિરેક્શનમાં વાપસી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

વિપુલ શાહ સંખ્યાબંધ ગુજરાતી નાટક ડિરેક્ટ કરી ચૂક્યા છે, જેને દર્શકોએ વખાણ્યા પણ છે. હવે 9 વર્ષના ઈંતજાર બાદ વિપુલ શાહના ડિરેકશનનો જાદુ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પણ જોવા મળવાનો છે.

બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ સાથે નવ વર્ષના લાંબા બ્રેક બાદ હવે ડિરેક્શનમાં કમબેક કરી રહ્યા છે. ડિરેક્ટર તરીકે છેલ્લે વિપુલ શાહે 2010માં ‘એક્શન રિપ્લે’ ફિલ્મ કરી હતી. હવે 9 વર્ષ બાદ વિપુલ શાહ ફરી એકવાર ડિરેક્શન પર હાથ અજમાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિપુલ શાહની ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’નું શૂટિંગ 75 કરતા વધુ સ્થળો પર થયું છે.

નમસ્તે ઈંગ્લેન્ડ જે ફિલ્મની સિરીઝ છે તે નમસ્તે લંડન પણ વિપુલ શાહે જ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને વિવેચકોની સાથે સાથે દર્શકોએ પણ વખાણી હતી. તો ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શના પણ હિટ સાબિત થઈ હતી. ત્યારે વિપુલ શાહ આ વખતે નમસ્તે લંડનની બીજી કડીમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સાથે નમસ્તે ઈંગ્લેન્ડને લઈ તૈયાર છે.

વિપુલ શાહની ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ એક લેટેસ્ટ લવ સ્ટોરી છે. જેમાં બે વ્યક્તિ જસમીત અને પરમની લાઈફ દર્શાવાઈ છે. ફિલ્મ ઈન્ડિયા અને યુરોપના દિલકશ લેન્ડસ્કેપમાં શૂટ થઈ છે.  ફિલ્મની શરૂઆત પંજાબના લુધિયાણાથી થાય છે. અને અંત સુધીમાં ફિલ્મમાં અમૃતસર, ઢાકા, પેરિસ, બ્રસેલ્સ, લંડન સુધીની સફર છે.

‘નમસ્તે ઈંગ્લેન્ડ’ને વિપુલ શાહ પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે, તો બ્લોકબસ્ટર મૂવી એન્ટરટેઈનર્સ સાથે મળીને પેન ફિલ્મ અને રિલાયન્સ એન્ટરટેઈમેન્ટ પણ ફિલ્મ સાથે જોડાયેલા છે. નમસ્તે ઈંગ્લેન્ડ 19 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

Share This Article