બકરી ઇદ પ્રસંગે શ્રીનગરમાં હિંસા : સ્થિતી વિસ્ફોટક રહી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં બકરી ઇદના પ્રસંગે કેટલાક ભાગોમાં આજે વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. માર્ગો પર વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. શ્રીનગરમાં માર્ગો પર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાથે સાથે પાકિસ્તાની ધ્વજ અને ત્રાસવાદી સંગઠન આઇએસના ધ્વજ જોવા મળ્યા હતા. કુલગામમાં ટ્રેની કોન્સ્ટેબલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જ્યારે ભાજપના કાર્યકરની પુલવામાં પણ ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

સ્થિતી વણસી જતા સુરક્ષા દળોએ તરત જ મોરચા સંભાળી લીધા હતા. સુરક્ષા દળો અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપીના હેવાલ પણ આવી રહ્યા છે. બકરીદના પ્રસંગે પાકિસ્તાન તરફથી પણ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પુલવામાં ભાજપના કાર્યકરની ઘાતકી હત્યા કરવામાં આવતા સ્થિતી વણસી ગઇ હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે પુલવામાં ભાજપના કાર્યકરની હત્યા માટે દુખ વ્યક્ત કર્યુ છે.

શાહે  ટ્વિટ કરીને કહ્યુ છે કે ભાજપના કાર્યકર શબ્બીર અહેમદ ભટ્ટના મોતથી દુખી છે. સાથે સાથે આ કાયરતાપૂર્વકની હત્યાની નિંદા કરે છે. કાશ્મીરી ત્રાસવાદીઓ અને કટ્ટરપંથી યુવાનોને આગળ વધવાથી રોકી શકનાર નથી. હિંસાનો ચક્ર લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી.  બકરીઇદ ના પ્રસંગે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ કરી દેવામાં આવી છે. આજે સવારે શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. કેટલાક પથ્થરબાજોએ સવાર પડતાની સાથે સેના અને સુરક્ષા દળો પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે શ્રીનગરનમા મેન વિસ્તારમાં પાકિસ્તાનના ધ્વજ જોવા મળ્યા હતા.

Share This Article