અમદાવાદમાં બાયજુ’સના એક્ઝામ પ્રેપ સ્ટુડન્ટ વિંદિત પટેલે ગેટ 2022માં એઆઈઆર-2 મેળવ્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

બાયજુસના એક્ઝામ પ્રેપના વિદ્યાર્થી વંદિત પટેલે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (ગેટ) 2022 (ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ)માં 100માંથી 91ના સ્કોર સાથે ઓલ ઈન્ડિયા રેન્ક (એઆઈઆર)માં બીજો ક્રમ મેળવ્યો છે. વિશ્વની અગ્રણી એજ્યુટેક કંપની બાયજુસ દ્વારા ઓફર કરવામાં આવતી બાયજુસ એક્ઝામ પ્રેપ (સરકારી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે)નો વિદ્યાર્થી વંદિત ટેસ્ટ સિરિઝ યુઝર છે અને તેણે ગેટ 2022ની મેરીટોરિયસ પરીક્ષામાં ઉત્કૃષ્ટ સ્કોર કરવાની સાથે અગ્રણી રેન્ક મેળવી છે. સમગ્ર ભારતમાંથી અનેક વિદ્યાર્થીઓએ તેમના ઉત્કૃષ્ટ પરિણામોનું શ્રેય આ પ્લેટફોર્મ પર મળેલા શિક્ષણને આપ્યું છે.

તેની સફળતા અંગે વાત કરતાં બાયજુસના એક્ઝામ પ્રેપ વિદ્યાર્થી વંદિત પટેલે જણાવ્યું હતું કે, ગેટ 2022માં મને સફળતા હાંસલ કરવામાં મદદ કરનાર એક બાબતનું મારે નામ લેવાનું હોય તો હું તેનું શ્રેય બાયજુસની એક્ઝામ પ્રેપ દ્વારા પૂરી પાડવામાં આવતી ટેસ્ટ સિરિઝને આપીશ. ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નો પરીક્ષાના સ્તરથી ઘણા ઊપર છે અને તેણે મારી આ સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હું આશાસ્પદ વિદ્યાર્થીઓને ગેટ માટે તૈયારી કરતી વખતે દિવસમાં ઓછામાં ઓછી 2-3 મોક ટેસ્ટનો અભ્યાસ કરવા ભલામણ કરીશ, કારણ કે તે અસરકાર સુધારો કરવામાં અને આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરશે.

આ સફળતા અંગે વાત કરતાં ગેટ, બાયજુસ એક્ઝામ પ્રેપના વડા એમએન રમેશે જણાવ્યું હતું કે, કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે મહત્વની બાબત એકદમ પરફેક્ટ શૈક્ષણિક આયોજન અને વ્યૂહરચના છે. અમને જાહેરાત કરતાં અત્યંત આનંદ થાય છે કે ગેટ 2022માં બાયજુસની એક્ઝામ પ્રેપના વિદ્યાર્થીઓએ અસાધારણ પરિણામો મેળવ્યા છે. બાયજુસની એક્ઝામ પ્રેપ પ્રતિષ્ઠિત ફેકલ્ટી, દૈનિક સવાલો, વર્કબૂક્સ, સ્ટડી નોટ્સ, મોક ટેસ્ટ અને સમયસર શંકાના નિરાકરણ દ્વારા અમારા લાઈવ ક્લાસીસ મારફત કન્ટેન્ટ ડિલિવરીમાં ઉત્કૃષ્ટ ગુણવત્તાની ખાતરી રાખવાની સાથે તેને અમલમાં મૂકવા માટે પણ અમે કટિબદ્ધ છીએ. ફરી એક વખત એઆઈઆર 1, 2, 3, 8 અને અન્ય ઘણા બધા સાથે ઉત્કૃષ્ટ પરિણામોએ આ બાબત પુરવાર કરી છે. અમે અમારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (ગેટ)ની શરૂઆત 1983માં થઈ હતી. પ્રત્યેક વર્ષે અંદાજે 7-8 લાખ ઉમેદવારો ગેટ માટે પરીક્ષા આપે છે. વિદ્યાર્થીઓ મોટાભાગે સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ જેવી પાંચ શાખાઓમાંથી આવે છે.

અગાઉ ગ્રેડઅપ તરીકે ઓળખાતી બાયજુસ એક્ઝામ પ્રેપ ઝડપથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું પ્લેટફોર્મ તરીકે વિકસ્યું છે. તે 25 કેટેગરીમાં 150થી વધુ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયારી કરાવે છે. આ કેટેગરીઓમાં સરકારી નોકરી, આઈએએસ, કેટ, ડિફેન્સ, યુજીસી-નેટ અને અન્ય અનેક જેવી પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષાઓનો સમાવેશ થાય છે. 3 કરોડથી વધુ વિદ્યાર્થીઓની નોંધણી સાથે આ એપ આશાસ્પદ વિદ્યાર્થીઓને ટોચના ફેકલ્ટી દ્વારા ઓનલાઈન ક્લાસરૂમ પ્રોગ્રામ્સ, વિષયના નિષ્ણાતો દ્વારા વિશેષરૂપે તૈયાર કરાયેલી અભ્યાસ સામગ્રી અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે લેટેસ્ટ પેટર્નની ટેસ્ટ સિરિઝ, વિદ્યાર્થીઓની નબળાઈના ક્ષેત્રો અને તેમની સાચી ક્ષમતાના મૂલ્યાંકન  સાથે અસરકારક તૈયારી કરાવે છે.

Share This Article