અમદાવાદ : ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૩૭મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ વેળાએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, નવનિયુક્ત ચાર ધારાસભ્યઓ સહિત અન્ય મહાનુભાવોએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ વીર સાવરકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.