ગુજરાતમાં રૂપાણી સરકાર તેમની બીજી અવધિના પ્રથમ વર્ષની ઉજવણી કરવા માટેની તૈયારીમાં છે. ૨૫મી ડિસેમ્બરથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. પ્રધાનોની પેનલ દ્વારા કાર્યક્રમો ઉપર નજર રાખવામાં આવશે. જા કે, જસદણના પરિણામ પણ કેટલીક રીતે મહત્વપૂર્ણ બની રહેશે. જસદણ પેટાચૂંટણી ૨૦મી ડિસેમ્બરના દિવસે યોજાશે અને પરિણામ૨૩મી ડિસેમ્બરના દિવસે જારી કરાશે.
ઉજવણીને લઇને કેટલાક પ્રશ્નો પણ છે પરંત સરકારપ્રથમ વર્ષની ઉજવણી કરવા માટે સજ્જ થઇ ચુકી છે. ૨૫મી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યાબાદ એક સપ્તાહ સુધી ઉજવણીનો દોર ચાલશે. અત્રે નોંધનીય છે કે, ૨૬મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે રૂપાણી અને તેમના કેબિનેટના સભ્યોએ શપથલીધા હતા. ગઇકાલે કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં ઉજવણી કરવાનો નિર્ણય લેવામાંઆવ્યો હતો. પÂબ્લસીટીના કાર્યક્રમો તૈયાર કરવા માટે મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરી જેએનસિંહને આદેશ કરી દીધો છે. અન્ય સુચનાઓ પણ આપવામાં આવી છે.
તમામ સેક્રેટરીઓને કાર્યક્રમોને લઇને સંબંધિત વિસ્તારમાં સરકારનીસિદ્ધિઓની યાદી તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર ૨૬મી ડિસેમ્બરનાદિવસે કાર્યક્રમ યોજનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમોતૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ગાળામાં જસદણ પેટાચૂંટણી યોજાનાર છે. ત્રણરાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ભાજપની વિરુદ્ધમાં આવ્યા હોવા છતાં આને ભુલીજઇને ભારતીય જનતા પાર્ટી નવેસરથી આક્રમક રણનીતિ સાથે આગળ વધવા માટે તૈયારી કરીચુકી છે. ૨૫મી ડિસેમ્બરથી ઉજવણીના કાર્યક્રમો શરૂ થશે.