બેંક લોન કૌભાંડ આચરી દેશ છોડીને ભાગી ગયેલા લિકર બિઝનેસમેન વિજય માલ્યાએ હવે લંડનમાં આશરો લીધો છે. ભારત સરકાર ત્યાં તેની સામે પ્રત્યાર્પણનો કેસ પણ લડી રહી છે જેનો ર્નિણય ટૂંક સમયમાં આવવાની આશા છે. દરમિયાન વિજય માલ્યાએ ઉભી કરેલી લિકર કંપની ભારતમાં જબરદસ્ત બિઝનેસ કરી રહી છે. નવી માલિક હેઠળ કંપની ભારે નફો કમાઈ રહી છે. વિજય માલ્યાએ લિકર કંપની યુનાઈટેડ સ્પિરિટ્સની સ્થાપના કરી હતી. જાેકે, હવે વિશ્વની સૌથી મોટી લિકર કંપનીઓમાંની એક ડિયાજિયોને આ કંપની વેચી દેવામાં આવી છે. આ કંપની ભારતમાં McDowells, Black Dog, Signature, Bagpiper, Antiquity, Johnni Walker અને Royal Challenge જેવી બ્રાન્ડનો લિકર વેચે છે. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં યુનાઈટેડ સ્પિરિટ્સનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૬૩.૫ ટકા વધીને રૂ. ૩૫૦.૨ કરોડ થયો છે. જ્યારે અગાઉના નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના સમાન સમયગાળામાં કંપનીનો નફો ૨૧૪.૨ કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની ઓપરેશનલ આવક ૫.૩૨ ટકા વધીને રૂ. ૬,૯૬૨ કરોડ થઈ છે. જ્યારે ૨૦૨૨-૨૩ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. ૬,૬૦૯.૮૦ કરોડ હતો. લોકો હવે પ્રીમિયમ લિકર ખરીદી રહ્યા છે. યુનાઈટેડ સ્પિરિટ્સનું કહેવું છે કે હવે લોકોમાં પ્રીમિયમ કેટેગરીના દારૂની માંગ વધી છે. આવી સ્થિતિમાં આ કેટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઉપભોક્તા માંગમાં વધારાને કારણે માત્ર તેના વેચાણમાં વધારો થયો નથી પરંતુ કંપનીના નફામાં પણ વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ખર્ચમાં પણ વધારો થયો છે. તે ૩.૬ ટકા વધીને રૂ. ૬,૫૫૪.૭ કરોડ થયો છે. જ્યારે કંપનીની કુલ આવક ૫.૭૭ ટકા વધીને રૂ. ૭,૦૧૪.૧ કરોડ થઈ છે.
Shehra Taluka Women Drive Change: MLA Jetha Bhai Bharwad Distributes 20 E-Rickshaws
In Chaandangarh, located in Shahra Taluka, the Panchmahal District Bank has distributed e-rickshaws to women from various villages of Shehra...
Read more