સ્ટાર ભારતનો નવો શો “સામ-દામ-દંડ-ભેદ” ઘણા બધા ઉતાર ચડાવથી ભરપૂર છે.બુલબુલનું પાત્ર ભજવનાર એશ્વર્યા ખરે હંમેશા પોતાના પાત્ર દ્વારા દર્શકોને પ્રભાવિત કર્યા છે. થોડા સમય પહેલા તે 60 વર્ષની મહિલાના પાત્રમાં જોવા મળી હતી, અને હવે તે પોતાના પતિ વિજયને જેલમાંથી છોડાવવા સરદારજીના ગેટ-અપમાં જોવા મળશે. ગેટ-અપ બદલવામાં તો બુલબુલ એક્સપર્ટ છે. આ વખતે તેનો લૂક જરા હટકે હશે.
વર્તમાન ટ્રેક અનુસાર વિજય (ભાનુ ઉદય) ને તેના ભાઇ પ્રભાતના મોત માટે જવાબદાર ગણવામાં આવ્યો છે અને એટલે જ તે જેલના સળીયા પાછળ ધકેલાઇ ગયો છે. બીજી તરફ બુલબુલ જાણે છે કે તેનો પતિ નિર્દોષ છે અને સરદારજીનો વેશ ધરીને બુલબુલ પૂરાવા એકઠા કરવામાં લાગી ગઇ છે. વિજયનું પાત્ર ભજવનાર ભાનુ ઉદયએ જણાવ્યું કે “ઘણા જ રસપ્રદ ટ્વિટ્સ સાથે શો ઝડપથી આગળ વધી રહ્યો છે. આખો સેટ-અપ જેલમાં હતો. અમે દર્શકોને એન્ટરટેઇન કરવા માટે ઉત્સુક છીએ.”
બુલબુલનું પાત્ર ભજવનાર એશ્વર્યા ખરે કહે છે કે “મને હંમેશા પોતાના પાત્ર સાથે પ્રયોગ કરતુ રહેવું ગમે છે. આ વખતે સરદારજીના ગેટ-અપમાં મજા તો આવી જ પરંતુ તે એક મહત્વપૂર્ણ પાત્ર છે.” આખો દિવસ પાધડી પહેરી રાખવાથી બુલબુલ થાકી જતી હતી. તેના લાંબા વાળ સાથે પાઘડીને એડજસ્ટ કરવી થોડી મુશ્કેલ હતી પરંતુ તેમાં તે સફળ રહી છે. દર્શકોને તેનો આ અંદાજ જરૂર પસંદ આવશે.