વિજય દિવસ પર અમર જવાન જ્યોતિ ખાતે પુષ્પાંજલિ અર્પણ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : કારગિલ યુદ્ધમાં જીતના આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આજે કારગિલ યુદ્ધમાં ભારતીય જીતની યાદો ફરી એકવાર તાજી થઇ હતી. દેશભરમાં જવાનોના શૌર્યની આજે વાત થઇ રહી છે. શહીદ જવાનોને અંજલિ આપવાના કાર્યક્રમ થઇ રહ્યા છે. તેમની વીર ગાથા ચારેબાજુ સંભળાઇ રહી છે.   સંરક્ષણ પ્રધાન પ્રધાન  રાજનાથ સિંહ,  સેના અધ્યક્ષ જનરલ બિપીન રાવત, નૌકા સેનાના અધ્યક્ષ એડમિરલ સુનિલ લાંબા અને હવાઇ દળના વડા બિરેન્દ્ર સિંહ ધનોઆએ  પાટનગર દિલ્હીમાં અમરજવાન જ્યોતિ ઉપર આજે પુષ્પાંજલિ આપીને કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સશસ્ત્ર દળના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની વીરતાની પ્રશંસા કરી હતી. રાજનાથ સિંહ,  ભારતીય સેનાના વડા બિપિન રાવત, ભારતીય હવાઇ દળના વડા બિરેન્દ્ર સિંહ, નૌકા સેનાના વડા સુનિલ લામ્બાએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વિટર ઉપર સવારે જ કહ્યું હતું કે, દેશમાં પ્રાણોની આહૂતિ આપનાર જવાનોના સાહસને તેઓ સલામ કરે છે. કારગિલ દિવસ અમારા સશસ્ત્ર દળોના સાહસ અને બલિદાનની યાદ અપાવે છે. જમ્મુ કાશ્મીરમાં દ્રાસ વોર મેમોરિયલ ખાતે સેનાના જવાનોએ પણ પુષ્પાંજલિ આપી હતી. જમ્મુ કાશ્મીરના કારગિલ જિલ્લામાં જુલાઈ ૧૯૯૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું જેમાં ૫૦૦થી અધિકારીઓ અને જવાનોના મોત થયા હતા. સાહસી જવાનોને મરણોપરાંત વીરતા પુરસ્કાર પણ અપાયા હતા. ઓપરેશન વિજય તરીકે પણ આને યાદ કરવામાં આવે છે.

અમર જવાન જ્યોતિ ખાતે આયોજિત કાર્યક્રમમાં તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય જવાનોએ અભૂતપૂર્વ સાહસનો પરિચય આપીને જારદાર જંગ ખેલ્યા બાદ આખરે જીત હાંસલ કરી હતી. આને કારગિલ વિજય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના જવાનો અને ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સત્તાવાર રીતે આંકડો ઓછો હતો પરંતુ એમ માનવામાં આવે છે કે પાકિસ્તાનના  ૫૦૦૦થી વધારે જવાનો અને ત્રાસવાદીઓ આ લડાઇમાં માર્યા ગયા હતા.  જટિલ યુદ્ધ લડવામાં આવ્યુ હતુ. વિજય દિવસની ઉજવણી બે ત્રણ દિવસ ચાલે છે.

Share This Article