વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ સગાઈ કરી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર, આ સેરેમની બહુ જ પ્રાઇવેટ રાખવામાં આવી હતી, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. કારણ કે આખી વિધિ ગુપ્ત રીતે થઈ હતી, તેથી હજુ સુધી સગાઈની કોઈ તસવીર બહાર આવી નથી. એ જ કારણ છે કે ચાહકો બંનેના ઑફિશિયલ અનાઉન્સમેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હવે સૌની નજર તેમની લગ્ન સમારંભ પર મંડાયેલી છે. ઈન્ડિયા ટુડેની એક રિપોર્ટ મુજબ, વિજય અને રશ્મિકા આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જો કે, લગ્ન અંગેની બાકીની વિગતોની હજી રાહ જોવામાં આવી રહી છે.
બંને કલાકારોએ ક્યારેય પણ પોતાના સંબંધને ઑફિશિયલ જાહેર કર્યો નથી અને ન તો આ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. પરંતુ ઘણી વાર બંનેને રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યા છે અને અનેક પ્રસંગોએ બંનેને સાથે રજાઓ માણતા પણ સ્પોટ કરવામાં આવ્યા છે.
વિજય અને રશ્મિકાનું નામ પહેલી વાર વર્ષ 2018ની સુપરહિટ ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ દરમિયાન જોડાયું હતું, અને ત્યારબાદ 2019માં આવેલી ‘ડિયર કોમરેડ’ ફિલ્મ પછી તેમના અફેરની ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ હતી.