અગ્રણી નવા યુગની એરલાઈન વિયેતજેટ દ્વારા લવ કનેક્શન ફેઝ 2- ડ્રીમ્સ ટેક ફ્લાઈટ ઈન્ડિયા રજૂ કર્યાની ઘોષણા કરી છે, જે ભારતના 50થી વધુ નાગરિકોને વિયેતનામમાં તેમની લગનીની ખોજ કરવા, સંપૂર્ણ નવી દુનિયા જોવાની અને સંપૂર્ણ ન્યૂ મી જોવાની અસાધારણ તક આપે છે. આ પહેલ ભારતમાં સમૃદ્ધ સંસ્કૃતિ, સમુદાય કલ્યાણને પ્રોત્સાહન અને પ્રતિભાઓને પોષવાની સામાજિક જવાબદારી પ્રત્યે કંપનીની કટિબદ્ધતા આલેખિત કરે છે. પ્રવાસ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહભાગી થવા ભારતીયોનાં સપનાંને સમજવા માટે વિયેતજેટની લવ કનેકશન- ડ્રીમ ટેક ફ્લાઈટ ઈન્ડિયા વિયેતનામની કળા, સંસ્કૃતિ અને રસોઈકળાના વારસાને અનુભવવા ચુનંદા સહભાગીઓને તક આપે છે. ફોટોગ્રાફી, રસોઈકળા અથવા સંગીતમાં જોશ ધરાવતા યુવાનો માટે આ કાર્યક્રમ તેમનાં સપનાં સાકાર કરવાની અને તેમને વિયેતજેટની રિટર્ન ટિકિટ્સ સાથે વાસ્તવિકતામાં ફેરવવાની તક આપે છે.
વિયેતજેટનો લવ કનેક્શન- ડ્રીમ ટેક ફ્લાઈટ ઈન્ડિયા પ્રોગ્રામ ભારત (દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી)થી વિયેતનામ (હનોઈ, હો ચી મિન્હ સિટી, દા નાંગ) સુધી 50 રિટર્ન ફ્લાઈટ ટિકિટો ઓફર કરે છે. પ્રોગ્રામ 20 ઓગસ્ટ, 2024ના રોજ રજૂ કરાયો હતો અઅને 15 ડિસેમ્બર, 2024 સુધી ચાલશે. માસિક વિજેતાઓ પણ રહેશે, જ્યારે આખરી ઘોષણા ડિસેમ્બર 2024ના અંતે કરાશે. સહભાગીઓ પ્રોગ્રામ માટે loveconnection.vietjetair.com પર સાઈન-અપ કરી શકે, તેમનું પેશન સુપરત કરી શકે અને વિયેતનામની કળા, સંસ્કૃતિ, રસોઈ અને નૈસર્ગિક સૌંદર્યને અનુભવવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી શકે છે.
કન્ટેસ્ટના નિયમો અનુસાર અરજદારો હાલમાં ભારતમાં રહેતા, અભ્યાસ અથવા કામ કરતા ભારતીય નાગરિક હોવા જોઈએ. ઉપરાંત સહભાગીઓ પાસે ટ્રાવેલ આઈટિનરી હોવી જોઈએ અને વિયેતનામમાં સાંસ્કૃતિક આદાનપ્રદાનનો હેતુ હોવો જોઈએ અને કાયદા નિયમો અને વિયેતજેટ એરના કેરેજના સામાન્ય નિયમો અનુસાર હવાઈ પ્રવાસ કાનૂની રીતે કરી શકવો જોઈએ.આ કાર્યક્રમનો પાયો સાંસ્કૃતિક પહેલોને પ્રમોટ કરવાનો અને સામાજિક વિકાસમાં યોગદાન પ્રત્યે વિયેતજેટની કટિબદ્ધતા છે. લવ કનેક્શન- ડ્રીમ ટેક ફ્લાઇટ ઈન્ડિયા પ્રોગ્રામના અમલ સાથે વિયેતજેટનું લક્ષ્ય યુવા ભારતીય પ્રતિભામાં રોકાણ કરવાનું અને તેમને વિયેતનામી સંસ્કૃતિ વિશે શીખવાની અજોડ તક પૂરી પાડવાનું છે.