વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટે 2024ના અંત ભાગમાં એરબસ પાસેથી બે વધારાનાં અત્યાધુનિક A321neo ACF (એરબસ કેબિન ફ્લેક્સ) એરક્રાફન્ટનું સ્વાગત કર્યું. એરલાઈને વિયેતનામમાં સૌથી મોટી હોલીડે લુનાર ન્યૂ યર દરમિયાન ઉચ્ચ પ્રવાસની માગણીને પહોંચી વળવા માટે 8 જાન્યુઆરીના રોજ તેના કાફલામાં વધુ ચાર વેટ- લિઝ્ડ એરક્રાફ્ટનો પણ ઉમેરો કર્યો. આ માઈલસ્ટોન વર્ષાંતે એકધારી વૃદ્ધિ અને ફ્લાઈટના નેટવર્કના વિસ્તરણનું અનન્ય વર્ષ રહ્યું છે, જેને થકી એરલાઈન 2025માં નવી ઊંચાઈ સર કરવા માટે સુસજ્જ છે.
2024 વર્ષ દરમિયાન વિયેતજેટે તેના કાફલામાં સફળતાથી 10 નવાં એરક્રાફ્ટનો ઉમેરો કર્યો, જેથી તેની પાસે હવે કુલ 115 એરબસ એરક્રાફ્ટ છે. એરલાઈને સતત વધતી પ્રવાસની માગણીને પહોંચી વળવા માટે વિયેતનામમાં સ્વર્ણિમ સ્થળો અને ભારત, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, સાઉથ કોરિયા અને સાઉથ ઈસ્ટ એશિયન દેશો સહિત વૈશ્વિક સ્તરે જોડવા 170થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રુટ્સ સુધી તેની પહોંચ વિસ્તારી છે.
નવાં ડિલિવરી કરાયેલાં A321neo ACF એરક્રાફ્ટ સફળ A320 પરિવારમાં અત્યાધુનિક ઉમેરો છે, જેની આધુનિક ડિઝાઈન 240 પ્રવાસી સુધી વધુ સાનુકૂળ કેબિન કોન્ફિગ્યુરેશન્સ અભિમુખ બનાવે છે. આ એરક્રાફ્ટ ગત મોડેલોની તુલનામાં ઉત્સર્જન અને અવાજ ઓછો કરે છે. આ અપગ્રેડ વિયેતજેટની પ્રવાસી સેવા ક્ષમતાને વધુ બહેતર બનાવવા સાથે સક્ષમ વિકાસ પ્રત્યે તેની કટિબદ્ધતા અને 2050 સુધી ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું તેનું લક્ષ્ય પણ અધોરેખિત કરે છે.
વિયેતજેટનો આધુનિક કાફલો સુરક્ષિત, કિફાયતી અને મનોરંજક પ્રવાસ અનુભવ પ્રદાન કરવા માટે સુસજ્જ છે. નવીનતમ એરક્રાફ્ટ 2025ના આરંભમાં જ સેવામાં આવી રહ્યું હોવાથી વસંતઋતુ પરિવહન માટે એરલાઈનની ક્ષમતા વધશે તેમ જ વેટ- લીઝ્ડ એરક્રાફ્ટ દાખલ કરાતાં લુનાર ન્યૂ યર પ્રવાસની માગણીમાં વધારો થઈને વિયેતજેટ એકધારી વૃદ્ધિ માટે મજબૂત સ્થિતિમાં આવી જશે. તેનો વિસ્તારિત કાફલો અને ભાવિનો વિચાર કરવાના અભિગમને કારણે પ્રવાસીઓ 2025માં વધુ સુવિધા અને આરામ સાથે તેમનાં મનગમતાં સ્થળોની નજીક આવશે.
વિયેતજેટે વિયેતનામ અને ભારત વચ્ચે હવાઈ પ્રવાસની આગેવાની કરી છે. હવે નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચીને હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સહિત વિયેતનામનાં સૌથી વિશાળ શહેરો સાથે જોડવા ફ્લાઈટ ચલાવી રહી છે. વ્યાપક ફ્લાઈટ નેટવર્ક સાથે એરલાઈન કનેક્ટિંગ ફ્લાઈટ્સ સહિત અનેક કિફાયતી વિકલ્પો પ્રદાન કરી રહી છે, જે ભારતના પ્રવાસીઓ માટે વિયેતનામ અને દુનિયાની ખોજ કરવાનું આસાન બનાવે છે.