વિયેતનામની નવા યુગની વિમાન કંપની વિયેતજેટ તેના વિશેષ ફ્રાઈડે પ્રમોશન સાથે વસંતઋતુની હોલીડેને વધુ યાદગાર બનાવી રહી છેઃ વિયેતનામ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનાં ભાડાંમાં 50 ટકા () છૂટ! 7મી ફેબ્રુઆરી, 2025 સુધી પ્રવાસીઓ દરેક શુક્રવારે ઈકો ટિકિટ્સ પર આ ડિસ્કાઉન્ટ માણી શકે છે, જે 10મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ, 2025 (*) વચ્ચે પ્રવાસ માટે માન્ય છે. પ્રવાસીઓ www.vietjetair.com પર અથવા વિયેતજેટ એર મોબાઈલ એપ થકી આ ઓફરનો લાભ લઈ શકે છે.
વિયેતજેટનું વધતું ફ્લાઈટ નેટવર્ક મુખ્ય કેન્દ્રો હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગને એશિયા- પેસિફિક પ્રદેશમાં મુખ્ય શહેરો સાથે જોડે છે, જે વિયેતનામનો પ્રવાસ વધુ સુવિધાજનક અને કિફાયતી બનાવે છે. ખાસ ડોમેસ્ટિક નેટવર્કસ સાથે તમે દેશનાં વિવિધ આકર્ષણો આસાનીથી જોઈ શકો છો. વિયેતજેટ બજેટ અનુકૂળ ભાડાં, ઉચ્ચ કક્ષાનાં સુરક્ષાનાં ધોરણો અને અવિસ્મરણીય પ્રવાસ માટે ઉત્કૃષ્ટ સેવાઓ ઓફર કરે છે.
ઉપરાંત વિયેતજેટ 30 માર્ચ, 2025થી ચાયના માટે ચાર નવા રુટ રજૂ કર્યા છે. એરલાઈન્સ હનોઈ અને હો ચી મિન્હ સિટીથી બીજિંગ અને ગુઆંગઝાઉ વચ્ચે ચાર નવા ડાયરેક્ટ રુટ્સ રજૂ કરશે. ટિકિટો હવે સર્વ બુકિંગ ચેનલો થકી પ્રમોશનલ ભાડાં પર ઉપલબ્ધ થશે. આ નવા રુટ્સ વિયેતજેટની વિયેતનામ- ચાયના સેવાઓ વિસ્તારીને 24 સાપ્તાહિક રાઉન્ડ- ટ્રિપ ફ્લાઈટ્સ ઉમેરશે અને ચાયનાને વધુ પહોંચક્ષમ અને કિફાયતી બનાવી દેશે. વિયેતજેટ ચાયનાની રાજધાની માટે આધુનિક પ્રવેશદ્વાર બીજિંગ ડેક્સિંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સંચાલન કરનારી પ્રથમ વિયેતનામી એરલાઈન પણ બની છે.
વિયેતજેટ વિયેતનામ અને ભારત વચ્ચે હવાઈ પ્રવાસમાં આગેવાન છે, જે હવે નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચીને વિયેતનામનાં સૌથી વિશાળ શહેરો હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સાથે જોડતી ફ્લાઈટ્સ ચલાવે છે. વ્યાપક ફ્લાઈટ નેટવર્ક સાથે એરલાઈન કનેક્ટિંગ ફ્લાઈટ્સ સહિત અનેક કિફાયતી વિકલ્પો ઓફર કરે છે, જે તેને ભારતમાંથી વિયેતનામ અને દુનિયાનો પ્રવાસ કરવાનું પ્રવાસીઓ માટે આસાન બનાવે છે.