વિયેતજેટ દ્વારા હનોઈ- સિડની રુટ લોન્ચ કરીને એશિયા- પેસિફિક કનેક્ટિવિટીને મજબૂત બનાવાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ: વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા સિડનીની સુંદર પોર્ટ સિટી સાથે હનોઈના રાજધાની શહેરને જોડતા નવા ડાયરેક્ટ રુટ્સ શરૂ કર્યા છે, જે સાથે વિયેતનામ અને ઓસ્ટ્રેલિયાને જોડતા રુટ્સની કુલ સંખ્યા એક વર્ષમાં સાત પર પહોંચી છે. હનોઈથી સિડનીને જોડતા રુટ 8મી જૂન, 2024થી શરૂ થશે, જેમાં સપ્તાહમાં 2 રિટર્ન ફ્લાઈટ્સ રહેશે, જેનો ચરણ દીઠ ફ્લાઈટનો સમય આશરે 10 કલાક રહેશે. બે શહેર વચ્ચે, બે દેશ વચ્ચે અને સંપૂર્ણ પ્રદેશમાં પ્રવાસ વિયેતજેટની ડાયરેક્ટ ફ્લાઈટ સાથે આસાન બનાવાશે. હનોઈથી સિડનીની ફ્લાઈટ દરેક સપ્તાહે બુધવાર અને શનિવારે 17.10 (સ્થાનિક સમય) કલાકે પ્રસ્થાન કરશે અને સિડનીમાં બીજા દિવસે (સ્થાનિક સમય) 06.10 કલાકે આગમન કરશે. સિડનીથી હનોઈની ફ્લાઈટ ગુરુવાર અને રવિવારે 8.30 (સ્થાનિક સમય) કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 16.00 (સ્થાનિક સમય) કલાકે હનોઈમાં આગમન કરશે.

Sydney Australia

2023માં વિયેતજેટે ઓનબોર્ડ 25.3 મિલિયન પ્રવાસીઓ (વિયેતજેટ થાઈલેન્ડ અપવાદ છે) સાથે 133,000 ફ્લાઈટ ચલાવી હતી, જે વર્ષ દર વર્ષ 183 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જેમાંથી 7.6 મિલિયનથી વધુ ઈન્ટરનેશનલ ફલાઈટ્સ હતી. વિયેતજેટે 33 નવા ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક રુટ્સ સાથે તેના ફ્લાઈટ નેટવર્કને વધારવાનું ચાલુ રાખ્યું હોઈ રુટ્સની સંખ્યા 80 ઈન્ટરનેશનલ અને 45 ડોમેસ્ટિક સાથે 125 થઈ છે. વિયેતનામથી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી અને તિરુચિરાપલ્લીને વિયેતનામ સાથે જોડતા રુટ્સ સાથે વિયેતજેટ હવે વિયેતનામ અને ભારત વચ્ચે સૌથી વિશાળ એરલાઈન્સ છે. હાલમાં એરલાઈન 35 સાપ્તાહિક રાઉન્ડ-ટ્રિપ ફ્લાઈટ ચલાવે છે. ઉપરાંત એરલાઈન વિયેતનામથી ઓસ્ટ્રેલિયાનાં પાંચ સૌથી મોટાં શહેર એડેલેઈડ, બ્રિસ્બેન, સિડની, મેલબર્ન, પર્થ અને એડિલેઈડ સુધી ઉડાણ ભરનાર પ્રથમ છે.

Share This Article