મુંબઈ : વિયેતજેટ દ્વારા 2024માં આકર્ષક વેપાર વૃદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેણે વિક્રમી મહેસૂલી આવક અને નફો પ્રેરિત કરવા સાથે તેના આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નેટવર્ક અને આધુનિક ફ્લીટનું વિસ્તરણ કર્યું છે. એરલાઈન્સ દ્વારા એકધારી સફળતા કોવિડ-19 મહામારી પછી તેની રિકવરી અને વિસ્તરણમાં નોંધપાત્ર માઈલસ્ટોન છે, જેમાં ભારતીય સ્થળોએ વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
2024નાં ચોથા ત્રિમાસિક માટે નાણાકીય પરિણામો અનુસાર વિયેતજેટે વીએનડી 19.776 ટ્રિલિયન (આશરે રૂ. 68.5 અબજ)ની ઉડ્ડયન મહેસૂલ અને વીએનડી 167 અબજ (આશરે રૂ. 577 મિલિયન)નો વેરા પછીનો નફો નોંધાવ્યો છે, જે વર્ષ દર વર્ષ અનુક્રમે 36 ટકા અને 247 ટકાની વૃદ્ધિ આલેખિત કરે છે. 2024ના આખા વર્ષ માટે એરલાઈન્સની ઉડ્ડયન મહેસૂલ વીએનડી 71.545 ટ્રિલિયન (આશરે રૂ. 245 અબજ) પર પહોંચી છે, જેમાં વેરા પછીનો નફો વીએનડી 1.301 ટ્રિલિયન (આશરે રૂ. 4.5 અબજ)ને પાર ગયો છે, જે અનુક્રમે 33 ટકા અને 697 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવે છે.
2024ના આખરી ત્રણ મહિનામાં વિયેતજેટની એકત્રિત મહેસૂલમાં પણ મજબૂત કામગીરી જોવા મળી છે, જે કુલ વીએનડી 19.797 ટ્રિલિયન (આશરે રૂ. 68.6 અબજ) નોંધાઈ છે, જ્યારે વેરા પછીનો નફો વીએનડી 21.4 અબજ (આશરે રૂ. 74 મિલિયન) પર પહોંચ્યો છે, જે વર્ષ દર વર્ષ 36 ટકા અને 8 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ માટે એરલાઈન્સે એકત્રિત મહેસૂલ વીએનડી 71.859 ટ્રિલિયન (આશરે રૂ. 249 અબજ) નોંધાવી છે, જ્યારે વેરા પછીનો નફો વીએનડી 1.426 ટ્રિલિયન (આશરે રૂ. 4.9 મિલિયન)ને પાર ગયો છે, જે અનુક્રમે 23 ટકા અને 516 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ દર્શાવે છે.
31 ડિસેમ્બર, 2024ના રોજ વિયેતજેટની કુલ એસેટ લગભગ વીએનડી 99.5 ટ્રિલિયન (આશરે રૂ. 345 અબજ) રહી હતી, જ્યારે ડેબ્ટ- ટુ- ઈક્વિટી રેશિયો 2.12 અને લિક્વિડિટી રેશિયો 1.71 રહ્યો હતો, જે બંને ઉડ્ડયન ઉદ્યોગ માટે સુરક્ષિત ઝોનમાં હોવાનું માનવામાં આવે છે.
2024માં વિયેતજેટે 44 ડોમેસ્ટિક અને 101 ઈન્ટરનેશનલ રુટ્સ સહિત 145 રુટ્સમાં 1,37,000 ફ્લાઈટ્સ સાથે 25.9 મિલિયનથી વધુ પ્રવાસીઓનું પરિવહન કર્યું હતું. એરલાઈને વિયેતનામી વિમાન કંપનીઓમાં પ્રવાસીઓનું સર્વોચ્ચ વોલ્યુમ નોંધાવ્યું છે.
વિયેતજેટે 2024માં 10 નવાં એરક્રાફ્ટ પ્રાપ્ત કરવાના તેના લક્ષ્યને સફળતાથી પાર કર્યું છે. તેણે 87 ટકા સરેરાશ લોડ ફેક્ટર અને 99.72 ટકાના ટેક્નિકલ રિલાયેબિલિટી રેટ સાથે સંચાલન કરતાં ફ્લીટનું વિસ્તરણ કર્યું છે.