દિવાળીમાં વિયેતનામ ફરવા ફ્લાઇટ ટિકિટ માત્ર રૂપિયા 5555 માં , VIETJET ની ખાસ દિવાળી ઓફર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

~ એરલાઈન લક્ઝરી રિસોર્ટસ ખાતે મુકામ પર ખાસ ડિસ્કાઉન્ટ્સ સાથે ફક્ત રૂ. 5555 (*)થી શરૂ થતાં આકર્ષક વન-વે સર્વ સમાવિષ્ટ ભાડાંની ઓફર કરી રહી છે ~

ભારત : વિયેતનામની નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા ફક્ત રૂ. 5555 (*)થી શરૂ થતાં આકર્ષક વન-વે, સર્વ સમાવિષ્ટ ભાડાં સાથે ખાસ દિવાળી સ્કાય ડીલ્સની ઘોષણા કરવામાં આવી છે. આ પ્રમોશનલ ભાડાં 11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર, 2024 વચ્ચે ગોલ્ડન વીક દરમિયાન ભારત (નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચી) તથા વિયેતનામ (હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ) વચ્ચે રુટ્સ પર બુકિંગ માટ ભારતીય પ્રવાસીઓને ખાસ ઉપલબ્ધ કરાશે. પ્રવાસીઓ 15મી નવેમ્બર, 2024થી 22મી મે, 2025 વચ્ચે પ્રવાસ માટે તેમની ફેસ્ટિવ ટ્રિપ્સ બુક કરી શકે છે. ઉપરાંત બિઝનેસ ક્લાસ પ્રવાસીઓ આ પ્રમોશનલ વીક દરમિયાન કોડ LEADER20નો ઉપયોગ કરીને ભાડાં (**) પર 20% ડિસ્કાઉન્ટ માણી શકે છે.

ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે 11મી ઓક્ટોબર અને 15મી નવેમ્બર, 2024 વચ્ચે ટિકિટો બુક કરાવનારા અર્લી બર્ડસને દા નાંગ, વિયેતનામમાં 5-સ્ટાર લક્ઝરી રિસોર્ટ ખાતે 50% (***) સુધી ડિસ્કાઉન્ટ્સ ઓફર કરતાં આકર્ષક વાઉચર્સ જીતવાની તક મળશે. વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથેનો લક્ઝરી રિસોર્ટ ફુરામા રિસોર્ટ દાનાંગ સાથે સહયોગમાં વિયેતજેટ દિવાળી સ્કાય ડીલના પ્રથમ 50 અર્લી બર્ડ પ્રવાસીઓને 50% (***) સુધી રૂમ વાઉચર ડિસ્કાઉન્ટ્સ પ્રાપ્ત થશે અને આગામી 100 પ્રવાસીઓને 30મી ઓક્ટોબર, 2024થી 30મી માર્ચ, 2025 સુધી મુકામ માટે 35% ડિસ્કાઉન્ટ (***) માણવા મળશે. એરલાઈન ભારત અને વિયેતનામ વચ્ચે મોટા ભાગના રુટ્સ – સપ્તાહ દીઠ 60 ફ્લાઈટ્સ સાથે આઠ રુટ્સ- ઓફર કરી રહી છે, જે નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચીને હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સાથે જોડે છે. પ્રવાસીઓ પરિપૂર્ણ શાકાહારી વાનગીઓ સહિત નવ ગરમ ભોજનના વિકલ્પો માણી શકે અને પ્રદેશમાં સ્પર્ધાત્મક દૈનિક ફ્લાઈટ્સમાંથી લાભ મેળવી શકે છે.

Share This Article