વિયેતજેટ દ્વારા ભારત- વિયેતનામ ઈનોવેશન જોડાણ વધારવા માટે ‘‘સ્ટાર્ટઅપ ફ્લાઈટ’’ લોન્ચ કરાઈ

Rudra
By Rudra 2 Min Read

વિયેતજેટ દ્વારા ભારત અને વિયેતનામ વચ્ચે ઈનોવેટિવ માઈન્ડ્સ અને એન્ટરપ્રેન્યોરિયલ ઈકોસિસ્ટમ્સને જોડવા માટે એરલાઈનની કો-ફાઉન્ડ્સ અજોડ સીમાપાર પહેલ ‘‘સ્ટાર્ટઅપ ફ્લાઈટ’’ લોન્ચ કરવામાં આવી છે. આ સ્પર્ધા ભારતની એમિટી ઈનોવેશન ઈન્ક્યુબેટર અને વિયેતનામના નેશનલ સ્ટાર્ટઅપ સપોર્ટ સેન્ટર સાથે ભાગીદારીમાં
સંયુક્ત રીતે આયોજિત કરાઈ છે.

જોડાણ, ક્રિયાત્મકતા અને રોકાણ મજબૂત બનાવવા માટે તૈયાર કરાયેલી સ્ટાર્ટઅપ ફ્લાઈટ બંને દેશના યુવા એન્ટરપ્રેન્યોર્સને ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) જેવાં ઝડપથી વૃદ્ધિ પામતાં ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે નવી તકોનાં દ્વાર ખોલી નાખે છે. વિયેતજેટના વ્યાપક ફ્લાઈટ નેટવર્ક સાથે સ્ટાર્ટઅપ ફ્લાઈટ વિયેતજેટ જ્યાં કામગીરી કરે છે તે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેન્ગલુરુ, હૈદરાબાદ અને કોચીમાં ભારતનાં સૌથી વિશાળ શહેરો અને ઈનોવેશન કેન્દ્રોને વિયેતનામમાં હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગમાં વૃદ્ધિ પામતાં ટેક
કેન્દ્રો સાથે જોડશે.

વિયેતનામના ભારતના રાજદૂતાલય ખાતે ટ્રેડ કાઉન્સેલર અને ટ્રેડ ઓફિસના હેડ શ્રી બુઈ ત્રુંગ થુઓંગે જણાવ્યું હતું કે, “ભારત ટેકનોલોજી અને ઈનોવેશનમાં વૈશ્વિક પાવરહાઉસ છે. ભારતમાં છ વિયેતજેટનાં ડેસ્ટિનેશન્સમાંથી પાંચ દુનિયાનાં ટોચનાં 100 સ્ટાર્ટઅપ શહેરોમાં સ્થાન ધરાવે છે, જે જોતાં આ પહેલ ભાગીદારીઓ વધારવા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વિયેતનામ તથા ભારત વચ્ચે બ્રેકથ્રુ આઈડિયાઓને વાચા આપવા માટે વ્યૂહાત્મક સેતુનું કામ કરે છે. આ પહેલ ચાર અગ્રતાનાં ક્ષેત્રો, સોફ્ટવેર અને ડેટા/ એઆઈ, ઈ-કોમર્સ અને રિટેઈલ, એડટેક અને ટ્રાન્સપોર્ટેશન તથા લોજિસ્ટિક્સમાં પ્રતિભાઓને પોષવા માગે છે અને ઈનોવેશન સોલ્યુશન્સને પ્રમોટ કરવા માગે છે.

બંને દેશમાં એન્ટરપ્રેન્યોર્સ, વ્યક્તિગત અથવા ત્રણ સભ્ય સુધીની ટીમને વેબસાઈટ TheStartupFlight.vietjetair.com (*) થકી 1 સપ્ટેમ્બર, 2025 સુધી આ દરેક ચાર શ્રેણીમાં પ્રસ્તાવો સુપરત કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આઠ શોર્ટલિસ્ટ કરાયેલી ટીમો (શ્રેણી અનુસાર બે)ને બંને રાષ્ટ્રના નામાંકિત વેપાર આગેવાનો પાસેથી પ્રત્યક્ષ મેન્ટરશિપ પ્રાપ્ત થશે અને તેઓ સ્ટાર્ટઅપ ફ્લાઈટ ફિનાલેમાં ભાગ લેશે, જ્યાં તેમને રોકાણકારોની પેનલો સામે લાઈવ પિચ કરાશે.

ઈનામો અને સન્માનોઃ

વિજેતા ટીમ દીઠ 1,000 યુએસ ડોલરનું રોકડ ઈનામ (શ્રેણી અનુસાર એક).
ભારત અને વિયેતનામ વચ્ચે રાઉન્ડ ટ્રિપ- વિયેતજેટ ફ્લાઈટ ટિકિટ,
ઉદ્યોગના આગેવાનો સાથે એક્સક્લુઝિવ નેટવર્કિંગ અને મેન્ટરશિપ તકો.
સંભાવ્ય રોકાણકારો અને સ્ટાર્ટઅપ એક્સિલરેટર્સને સન્મુખતા.

Share This Article