મુંબઈ : વિયેતનામની નવા યુગની એરલાઈન વિયેતજેટ ખાસ હોળી ફેસ્ટિવ સેલ સાથે હોળીના જોશમાં પ્રવેશ કરતાં ભારતીય પ્રવાસીઓને ફક્ત રૂ. 11 ()થી શરૂ થતાં વન-વે ઈકો-ક્લાસ ભાડાં ઓફર કરી રહી છે. આ મર્યાદિત સમયની ઓફર 28મી ફેબ્રુઆરી, 2025 થકી 10 માર્ચ અને 30 સપ્ટેમ્બર, 2025 વચ્ચે (*) પ્રવાસ માટે હવે ભારત અને વિયેતનામ વચ્ચે સર્વ રુટ્સ પર ઉપલબ્ધ છે.
ભારતીય પ્રવાસીઓ નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી, હૈદરાબાદ અને બેન્ગલોરથી વિયેતનામના સૌથી વિશાળ શહેરો- હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સુધી ફ્લાઈટ્સ માટે આ સ્પેશિયલ ડીલ ઉપલબ્ધ કરી શકે છે. બુકિંગ વિયેતજેટની વિધિસર વેબસાઈટ (www.vietjetair.com) અને વિયેતજેટ એર મોબાઈલ એપ થકી કરી શકાશે.
વિયેતજેટ ભારત અને વિયેતનામ વચ્ચે મહત્તમ રુટ્સ સાથે એરલાઈન તરીકે તેનું સ્થાન મજબૂત બનાવી રહી છે. માર્ચ 2025માં વિયેતજેટ દ્વારા બેન્ગલોર અને હૈદરાબાદને હો ચી મિન્હ સિટી સાથે જોડતી બે નવી ડાયરેક્ટ સેવા રજૂ કરીને સપ્તાહના 78 ફ્લાઈટ સાથે 10 રુટ્સ સુધી તેનું ભારત- વિયેતનામ ફ્લાઈટ નેટવર્ક વિસ્તાર્યું હતું.
હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંદથી ભારતીય મુલાકાતીઓ વિયેતજેટના મજબૂત ડોમેસ્ટિક ફ્લાઈટ નેટવર્કને આભારે વિયેતનામાં આસાનીથી અન્ય પર્યટન હોટસ્પોટ્સ ખાતે જઈ શકે છે. ઉપરાંત વિયેતજેટ વિયેતનામ અને એશિયા પેસિફિક પ્રદેશ- સિંગાપોર, કુઆલા લમ્પુર, બાલી અને ઓસ્ટ્રેલિયા તથા ઈશાન એશિયાનાં મુખ્ય શહેરોમાં ટોચનાં સ્થળો વચ્ચે આસાન કનેક્ટિવિટી ઓફર કરે છે.
હોળીની ઉજવણીમાં વધુ રંગ ઉમેરવા માટે વિયેતજેટ વિશેષ ઈન-ફ્લાઈટ એન્ટરટેઈનમેન્ટ, ફેસ્ટિવ ટ્રીટ્સ અને 10,000 મીટર્સે મજેદાર સરપ્રાઈઝ સાથે ઓનબોર્ડ તહેવારનો જોશ લાવી રહી છે, જે મોજીલો અને અવિસ્મરણીય પ્રવાસની ખાતરી રાખે છે. પ્રીમિયમ અનુભવ ચાહનારા માટે વિયેતજેટ સ્કાયબોસ અને બિઝનેસ ક્લાસીસ ઓફર કરી રહી છે, જેમાં પરિપૂર્ણ શાકાહારી વિકલ્પો સહિત નવ હોટ મીલ્સની પસંદગીનો સમાવેશ થાય છે.
(*) કર અને ફી સમાવિષ્ટ નથી.
(**) રાષ્ટ્રીય રજાઓ અને પીક ટ્રાવેલ સમયગાળો સમાવિષ્ટ નથી.