~ વિયેતજેટ દ્વારા 200 મિલિયન પ્રવાસીઓ સુધી પહોંચવાના માઈલસ્ટોનની ઉજવણી ~
~ એરલાઈન દ્વારા સર્વ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રુટ્સ પર રૂ. 5555 (*)થી શરૂ થતી 2 મિલિયન ટિકિટો ઓફર કરાઈ રહી છે ~
મુંબઈ : નવી દિલ્હીમાં વિયેતનામ- ઈન્ડિયા બિઝનેસ ફોરમ ખાતે વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા વિયેતનામમાં ભારતમાં અમદાવાદથી વિયેતનામમાં દા નાંગને જોડતો નવો રુટ લોન્ચ કર્યાની ઘોષણા કરવામાં આવી. નવો રુટ ઓક્ટોબર 2024માં કામગીરી શરૂ કરશે. ઉપરાંત વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હ દ્વારા બે દેશોના વેપાર સમુદાય સાથે વિયેતજેટને 200 મિલિયન પ્રવાસીનો માઈલસ્ટોન પૂર્ણ કર્યો તે બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. વિયેતજેટના 200 મિલિયનમા પ્રવાસી ભારતીય વેપારી સંદીપ મહેતાને વિયેતજેટ દ્વારા સંચાલિત એક વર્ષ ફ્રી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની ભેટ આપવામાં આવી હતી.
આ માઈલસ્ટોનની ઉજવણી કરવા માટે એરલાઈન દ્વારા 2 ઓગસ્ટથી 8 ઓગસ્ટ, 2024 સુધી એક સપ્તાહનું પ્રમોશન રજૂ કરાશે, જેમાં સર્વ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રુટ્સ માટે રૂ. 5555 (*)થી શરૂ થતી 2 મિલિયન ટિકિટો ઓફર કરાશે. આ ડિસ્કાઉન્ટેડ ટિકિટો www.vietjetair.com પર અને વિયેતજેટ એર મોબાઈલ એપ પર 4 સપ્ટેમ્બર, 2024 અને 22 મે, 2025 (**) વચ્ચે પ્રવાસ માટે ઉપલબ્ધ થશે. વિયેતજેટ તેના આધુનિક એરક્રાફ્ટમાં વિયેતનામી, ભારતીય અને વૈશ્વિક ક્યુઝિનની ખૂબીઓ માણવા માટે પ્રોફેશનલ, ફ્રેન્ડ્લ અને સમર્પિત કેબિન ક્રુ દ્વારા સેવા માણવા માટે પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવે છે. ઉપરાંત વિયેતજેટ સર્વ પ્રવાસીઓને મફત સ્કાયકેર વીમો અને વિયેતજેટના લોયલ્ટી પ્રોગ્રામ સ્કાયજોય થકી રિવોર્ડસ અને વિન ડેલી કમાણી કરવા માટે અનેક તકો પણ પૂરી પાડવામાં આવી રહી છે.
2019થી વિયેતજેટ સુવિધાજનક અને કિફાયતી પ્રવાસ વિકલ્પો ઓફર કરવા માટે વિયેતનામ અને ભારત વચ્ચે સીધા ફ્લાઈટ રુટ્સ સ્થાપિત કરવામાં અવ્વલ એરલાઈન રહી છે. એરલાઈન હવે નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચી જેવાં મુખ્ય ભારતીય શહેરો અને બોધ ગયા તથા વારાણસી જેવાં લોકપ્રિય સ્થળો સાથે હનોઈ અને હો ચી મિન્હ સિટીને જોડતી 56 સાપ્તાહિક ફ્લાઈટ્સ સાથે સાત રુટ્સ પર સેવા આપે છે. વિયેતજેટે વિયેતનામ અને ભારત વચ્ચે લગભગ 1.3 મિલિયન પ્રવાસીઓનું પરિવહન કરીને 1.4 અબજની વસતિ ધરાવતા દેશને સેવા આપી રહી છે.