~ એરલાઈન્સ ભારતીય પ્રવાસીઓ માટે 12 ડિસેમ્બરના રોજ એક દિવસનું મેગા પ્રમોશન ઓફર કરશે ~
વિયેતજેટ દ્વારા તાન સન ન્હાટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેની આધુનિક ફ્લીટ માટે આધુનિક એરબસ A321neo ACF સાથે 111મા એરક્રાફ્ટનું સ્વાગત કરવામાં આવ્યું છે. ઈનોવેટિવ ટેકનોલોજી સાથે A321neo ACF ઈંધણનો ઉપભોગ ઓછો કરે છે અને અવાજનો સ્તર 50 ટકા ઓછો કરીને ઉત્સર્જન પણ 20 ટકા સુધી ઓછું કરે છે.તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે વિયેતજેટને ડિસેમ્બરમાં વધારાના ત્રણ નવાં એરક્રાફ્ટ પ્રાપ્ત થયાં છે અને નવા વર્ષની રજા દરમિયાન વધનારી પ્રવાસની માગણીને પહોંચી વળવા માટે 6-10 એરક્રાફ્ટ વેટ-લીઝ કરવાની યોજના છે. આ ઉમેરા સાથે વિયેતજેટ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટે તેની સેવાઓ વધારશે.
2024માં વિયેતજેટે દુનિયાભરના વધુ સ્થળો સાથે વિયેતનામને જોડતા તેના વૈશ્વિક ફ્લાઈટ નેટવર્કને સેવા આપવા માટે તેની સ્વર્ણિમ, આધુનિક ફ્લીટ વિસ્તારીને નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી હતી. આ ફ્લીટ વિયેતજેટે સુરક્ષિત, આરામદાયક અને પર્યાવરણ અનુકૂળ પ્રવાસ અનુભવ પૂરો પાડવામાં આગેવાન તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.ઉપરાંત એરલાઈન્સ 12 ડિસેમ્બર, 2024ના રોજ 00:00થી 23:59 (GMT+7) આકર્ષક એક- દિવસનું પ્રમોશન ઓફર કરી રહી છે. ભારતમાંથી વિયેતનામનો પ્રવાસ કરનારા ઉપલબ્ધતાને આધીન રૂ. 11, વત્તા કર અને ફી સાથે ટિકિટો બુક કરી શકે છે. આ ઓફરનો પ્રવાસનો સમયગાળો 1લી જાન્યુઆરી, 2025થી 25મી ઓક્ટોબર, 2025 સુધી રહેશે. ગ્રાહકો આ આકર્ષક સોદાનો લાભ લેવા માટે પ્રોમો કોડ VJ12નો ઉપયોગ કરી શકે છે.
એકધારી રીતે ફ્લીટની બહેતરી અને ગ્રાહક સંતોષ પ્રત્યે કટિબદ્ધતા સાથે વિયેતજેટ વૈશ્વિક પ્રવાસને અગાઉ કરતાં વધુ પહોંચક્ષમ અને માણવાલાયક બનાવી રહી છે. એરલાઈને એશિયા અને ઓસ્ટ્રેલિયામાં 43 ડોમેસ્ટિક અને 112 ઈન્ટરનેશનલ રુટ્સ સહિત 155 રુટ્સના નેટવર્ક સાથે તેની વૈશ્વિક હાજરીને વિસ્તારી છે.