અપવાદાત્મક સેવાઓ અને કિફાયતી ભાડાં માટે જાણીતી વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે અતુલનીય દીપાવલી પ્રમોશન રજૂ કરવામાં રોમાંચ અનુભવે છે. 14મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમ્બર, 2023 સુધી પ્રવાસીઓ ભારતથી વિયેતનામને જોડતા બધા રુટ્સ પર રૂ. 0 બેઝ ભાડાં (વત્તા કર અને સરચાર્જ)નો લાભ લઈ શકે છે. આ નોંધપાત્ર પ્રમોશન 1લી ઓક્ટોબર, 2023થી 31મી ઓક્ટોબર, 2023 વચ્ચે પ્રસ્થાન કરતી ફ્લાઈટો માટે ઉપલબ્ધ છે.
વિયેતજેટ હંમેશાં અપવાદાત્મક સેવા અને કિફાયતી પ્રવાસના વિકલ્પો પૂરા પાડવા માટે કટિબદ્ધ છે અને આ ખાસ દીપાવલી પ્રમોશન તે સમર્પિતતાનો દાખલ છે. આ પ્રમોશન નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચીથી હો ચી મિન્હ સિટી અને હેનોઈનાં સ્વર્ણિમ શહેરો સુધીની ફ્લાઈટ્સ સહિત ભારત અને વિયેટનામ વચ્ચે બધા રુટ્સને આવરી લે છે. આ અતુલનીય તકને કારણે પ્રવાસીઓ વિયેતનામની સમૃદ્ધ સંસ્કૃતિ, અદભુત લેન્ડસ્કેપ્સ અને ઉષ્માભરી હોસ્પિટાલિટી માણી શકે છે. આ પ્રમોશન વિયેતજેટ એરની વિધિસર વેબસાઈટ https://www.vietjetair.com/en અને સુવિધાજનક વિયેતજેટ મોબાઈલ એપ થકી પહોંચક્ષમ છે.
બેજોડ ભાડાંના પ્રમોશન ઉપરાંત વિયેતજેટ પ્રવાસીઓને કોમ્પ્લિમેન્ટરી સ્કાયકેર ઈન્શ્યુરન્સ પેકેજ આપવા માટે પણ ગૌરવ અનુભવે છે. આ પેકેજ પ્રવાસીઓ તેમના પ્રવાસ દરમિયાન વ્યાપક વીમા દ્વાર આવરી લેવાયા છે તે જાણીને મનની શાંતિ સાથે તેમનો પ્રવાસ કરવાની ખાતરી રાખે છે.
ઉપરાંત વિયેતજેટનું લક્ષ્ય બે દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાનની પ્રગતિને પ્રમોટ કરવા માટે ભારત અને વિયેતના અગ્રણી આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર વચ્ચે આસાનીથી પ્રવાસ કરવાની વધુ તકો ખોલીને અંતર દૂર કરવાનું છે. ભારત અને વિયેતનામ વચ્ચે પ્રવાસ માટે વધતી માગણીને ધ્યાનમાં રાખીને આ પ્રતિસાદ હોઈ વિયેતજેટ દ્વારા સપ્તાહમાં 32 રિટર્ન ફ્લાઈટ્સની સાતત્યતા વધારવામાં આવી હોઈ પ્રવાસીઓને તેમની પ્રવાસની તારીખો પસંદ કરવાની વધુ સાનુકૂળતા મળશે.