~ 20 મે, 2024થી આરંભ કરતાં પ્રવાસીઓ સર્વ ક્લાસ પર 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટિકિટો મેળવી શકશે ~
વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ ભારત અને વિયેતનામ વચ્ચે ફ્લાઈટ્સ માટે સર્વ ક્લાસ- બિઝનેસ, સ્કાયબોસ, ડિલક્સ અને ઈકો પર આકર્ષક 50 ટકા ડિસ્કાઉન્ટ ** પ્રવાસીઓને ઓફર કરતાં એક સપ્તાહનું ખાસ પ્રમોશન જાહેર કર્યું છે. ઉપરાંત પ્રવાસીઓ 25મી મે, 2024 સુધી આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સ પરથી ઓનલાઈન ડ્યુટી- ફ્રી માલો પર 50 ટકા ડિસ્કાઉન્ટ** માણી શકે છે. પ્રવાસીઓ www.vietjetair.com પર અથવા વિયેતજેટ એર મોબાઈલ એપ પર પ્રમોશન મેળવી શકે છે.
ઉપરાંત એરલાઈને કુલ ₹ 1,96,90,174 (VND 6 અબજ) નાં ઈનામો સાથે આકર્ષક લકી ડ્રો પણ રજૂ કર્યા છે. ભાગ્યશાળી વિજેતાઓ રિડીમ કરી શકાય તેવા સ્કાય ગોલ્ડ+ મેમ્બરશિપ પાસીસ જીતી શકે છે, જેમાં 12 સુધી ફ્લાઈટની ટિકિટો, પ્રત્યેકી ₹ 32,814 (VND 10 મિલિયન) સુધી મૂલ્યનાં ટિકિટ વાઉચર્સ અને વહાલી બ્રાન્ડ્સમાંથી અનેક ભેટો રિડીમ કરી શકે છે. લકી ડ્રો ગેમ્સમાં રોજ લકી સ્પિન અને માસિક લોટરીનો સમાવેશ રહેશે, જે 5મી મેથી 7મી ઓગસ્ટ વચ્ચે ખરીદી કરવામાં આવેલી ટિકિટ પર લાગુ થશે. પ્રવાસીઓ નિમ્નલિખિત પર વિઝિટ કરીને લકી ડ્રોમાં ભાગ લઈ શકે છેઃ
વિયેતજેટે આક્રમક રીતે ભારતમાં નેટવર્ક વિસ્તાર્યું છે, જે 1.4 અબજ લોકોનું ઘર છે અને ભારત તથા વિયેતનામ તેમ જ એશિયા અને તેની પાસ અન્ય ઘણાં બધાં સ્થળો વચ્ચે સરળ કનેક્ટિવિટી પૂરી પાડવા કટિબદ્ધ રહી છે. એરલાઈન હાલમાં મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ અને કોચી એમ ચાર મુખ્ય શહેરમાં સપ્તાહમાં 29 રાઉન્ડ-ટ્રિપ ફ્લાઈટ્સ સંચાલન કરે છે.
(**) કર અને ફી સમાવિષ્ટ નથી.