વિયેતનામના નવા યુગની વિમાન કંપની વિયેતજેટ અને એરબસ દ્વારા 20 ન્યૂ- જનરેશન વાઈડ-બોડી A330neo (A330-900) એરક્રાફટની ખરીદી કરવા માટે કરાર કર્યા છે. ફાર્મબરો ઈન્ટરનેશનલ એરશો 2024 ખાતે ઉત્પાદકની લિસ્ટ પ્રાઈસ પર આધારિત કુલ 7.4 અબજ યુએસ ડોલરનો આ સોદો થયો હતો. નવા ઓર્ડર કરવામાં આવેલા એરક્રાફ્ટ વિયેતજેટની વધતી લાંબા અંતરની સેવાઓ અને પ્રદેશમાં ઉચ્ચ માગણીના રુટ્સ પર ઉડાવવામાં આવશે. તે વિયેતજેટની A330-300sની વર્તમાન ફ્લીટની જગ્યા લેશે અને તેનું આંતરખંડ ફ્લાઈટ નેટવર્ક વિસ્તારવા માટે એરલાઈન્સની વ્યૂહાત્મક યોજનાને ટેકો આપે છે.
“અમે એશિયાની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી વિમાન કંપનીમાંથી એક સાથે આ માઈલ્સટોન ઓર્ડરને આખરી ઓપ આપવા માટે બેહદ ખુશ છીએ,” એમ એરબસ કમર્શિયલ એરક્રાફ્ટના સેલ્સના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ બેનોઈ દ સેન્ટ- એક્ઝુપેરીએ જણાવ્યું હતું. “એરબસની વાઈડબોડી પ્રોડક્ટ રેખાની નવીનતમ પેઢીમાં વધુ એક વિશ્વાસનો મત છે. તે દર્શાવે છે કે ડોમેસ્ટિક અને પ્રાદેશિકથી લાંબા અંતરના રુટ્સ સુધી વેપાર મોડેલ અને નેટવર્કસના સર્વ પ્રકાર માટે A330neoની ભરપૂર બહુમુખિતા દર્શાવે છે. એવોર્ડ વિજેતા એરસ્પેસ કેબિન દરેક વેપાર મોડેલને સંપૂર્ણ અનુકૂળ પ્રવાસીઓ માટે ઉત્તમ ફલાઈટ અનુભવ પૂરો પાડવા એરલાઈન્સને અભિમુખ બનાવે છે. આ વધુ લોકોને, વધુ દૂર અને ઓછા ખર્ચે ઉડાણ કરાવવા વિયેતજેટ એર માટે ઉત્તમ મંચ બની રહેશે, જે ઈંધણનો ઉપભોગ અને કાર્બન ઉત્સર્જન પણ ઓછા થશે.”
105થી વધુ એરક્રાફ્ટની ફ્લીટ અને એકધાર્યા વધતા પ્રવાસી વોલ્યુમ સાથે વિયેતજેટ સક્રિય રીતે આંતરખંડ ફ્લાઈટ નેટવર્ક વિસ્તારીને એરબસ જેવી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારો સાથે સહયોગમાં નવી અને આધુનિક ફ્લીટ્સ વિકસાવી રહી છે. ઉપરાંત ભારતમાં એરલાઈને કુલ 29 સાપ્તાહિક રાઉન્ડ -ટ્રિપ ફ્લાઈટ્સ ચલાવીને ને વિયેતનામ તથા ચાર મુખ્ય ભારતીય શહેર- નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચી વચ્ચે સીધું જોડાણ નિર્માણ કરતાં અનેક વ્યૂહાત્મક વિસ્તર સ્થાપિત કર્યાં છે. વિયેતજેટની વિયેતનામ અને ભારત વચ્ચે પહોંચ અને જોડાણ ઉત્તમ સ્થાપિત હોઈ આધુનિક ફ્લીટ્સ, સમર્પિત ક્રુ અને ભારતીય ગ્રાહકોને વિશિષ્ટ આકર્ષક પ્રમોશન્સ થકી વિસ્તારવામાં આવી રહી છે.